Site icon Gujarat Mirror

કોડીનારના કોટડા પાસે બાઈક પર લઈ જવાતો 151 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લામાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે એલ.સી.બી પોલીસ ટીમ સતર્ક બની છે. આ દરમિયાન કોડીનારના કોટડા ગામ પાસે પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂૂનો જથ્થો ઝડપી પાડ્યો છે.એલ.સી.બી.ના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.પી. રાજપૂત તથા પીએસઆઈ એ.સી. સિંધવ અને એચ.એલ. જેબલિયાની રાહબરી હેઠળ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.

આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ હરેન્દ્રસિંહ ગોહિલ, ઉદયસિંહ સોલંકી અને ઈમ્તિયાઝભાઈને સંયુક્ત રીતે ચોક્કસ બાતમી મળી હતી કે, કોટડા પાસે એક ટીવીએસ મોટરસાયકલ પર વિદેશી દારૂૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે.બાતમીવાળા સ્થળે પોલીસ સ્ટાફ દ્વારા વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ દરમિયાન ટીવીએસ ચાલકને પોલીસની હાજરીની જાણ થઈ જતાં, તે પોતાનું વાહન રેઢું મૂકી અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો. પોલીસે બિનવારસી હાલતમાં મળી આવેલા મોટરસાયકલની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂૂ 180 એમ.એલ.ની 151 બોટલ મળી આવતા ટીવીએસ મોટરસાયકલ અને દારૂૂ મળી કુલ કિંમત: ₹73,700 પોલીસે દારૂૂ અને મોટરસાયકલ સહિતનો તમામ મુદ્દામાલ કબજે કરી, નાસી છૂટેલા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

Exit mobile version