ક્રાઇમ

મોરબીના ખોખરા હનુમાન મંદિર નજીક લૂંટ ચલાવનાર ત્રણ આરોપી ઝડપાયા

Published

on


મોરબી તાલુકાના ખોખરા હનુમાન મંદીર નજીક રોડ ઉપર વિસેક દિવસ પહેલા થયેલ લુંટના ગુનાનો ભેદ ઉકેલી ત્રણ આરોપીઓને રૂૂપીયા 32,500/- ના મુદામાલ સાથે મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.


વિસેક દીવસ પહેલા મોરબી તાલુકાના ખોખરા હનુમાન મંદીર પાસે આવેલ મોનોલીથ કારખાનામાં મજુરી કામ કરતા અમન અંબારામભાઇ કુશવા કારખાનામાં પોતાનું મજુરી કામ પતાવી કારખાનાની બહાર ખરીદી કરવા જતા હતા ત્યારે રાત્રીના આશરે સાડા આઠેક વાગ્યાના અરસામાં બે મોટર સાયકલ ઉપર ચાર માણસો આવી ફરીયાદીને ગળે છરી અડાડી તારી પાસે જે હોય તે આપી દે તેવી ધમકી આપી ફરીયાદી પાસેનો ઓપો કંપનીનો મોબાઇલ ફોન કિ.રૂૂ.10,000/- તથા રોકડા રૂૂપીયા 2500/- મળી કુલ રૂૂપીયા 12,500/- ના મુદામાલની લુંટ કરી નાસી જતા મોરબી તાલુકા પોસ્ટેમાં ગુનો રજીસ્ટર થયેલ હોય જેથી આરોપીને ઝડપી પાડવા મોરબી એલસીબી તથા પેરોલ ફર્લો સ્કોડની ટીમ બનાવી તપાસ હાથ ધરતા હ્યુમન સોર્શ, ટેકનીકલ માધ્યમ, તથા ખાનગી બાતમીરાહે બાતમી મળેલ કે, લુંટના ગુનાને અજામ આપનાર આરોપીઓ હાલે માળીયા(મિં) ગામ તરફ જતા રસ્તે રેલ્વે ફાટક પાસે આવેલ બેઠા પુલ તરફ જવાના રસ્તે બેઠેલ છે.

તેવી બાતમી મળેલ હોય જે બાતમી વાળી જગ્યાએ તપાસ કરતા ત્રણ આરોપીઓ મળી આવતા જેની ગુના સબંધી પુછપરછ કરતા પોતે આ ગુનો અન્ય એક સાગરીત સાથે મળી આચરેલાની કબુલાત આપતા ઇસમ પાસેથી આ ગુનાના મુદામાલ પૈકીના રોકડા રૂૂપીયા-2500/- તથા લુંટમાં ગયેલ મોબાઇલ ફોન નંગ-1 મળી આવતા કબજે કરી ત્રણેય આરોપીઓ અસગર રમજાનભાઇ માયાભાઇ મોવર રહે. કાજરડા તા.માળીયા(મિં) જી.મોરબી, સમીર સુભાનભાઇ હુશેનભાઇ મોવર રહે.માળીયા (મિં) વાડા વિસ્તાર તા.માળીયા (મિં) તથા હનીફભાઇ અબ્બાસભાઇ કરીમભાઇ ભટ્ટી રહે. કાજરડા તા.માળીયા (મિં)વાળાને લુંટના ગુન્હામાં અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. તેમજ અન્ય એક ઈસમ અવેશભાઇ સુભાનભાઇ મોવર રહે. માળીયા ઇદ મસ્જીદ નજીક તા.માળીયા(મિં) વાળાનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version