IPL રી-શેડ્યૂલ અંગે સરકારની કોઇ સૂચના નથી: અરૂણ ધૂમલ

  પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટીની અસર હવે ભારતમાં પણ સાફ દેખાવા લાગી છે. ઈંધણની અછત અને વધતી ચિંતાઓ વચ્ચે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને…

 

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી કટોકટીની અસર હવે ભારતમાં પણ સાફ દેખાવા લાગી છે. ઈંધણની અછત અને વધતી ચિંતાઓ વચ્ચે જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવાની અપીલ કરી, ત્યાં હવે દેશના સૌથી મોટા ક્રિકેટ આયોજન ઇન્ડિયન પ્રીમિયર લીગ 2026 પર પણ સવાલો ઊઠવા લાગ્યા છે. શું IPL જેવી મોટી ટૂર્નામેન્ટને ચાલુ રાખવી યોગ્ય છે, કે પછી દેશહિતમાં આનામાં ફેરફાર થવો જોઈએ? આ જ ચર્ચા વચ્ચે હવે સરકાર, વ્યાપાર જગત અને ક્રિકેટ પ્રશાસન સામસામે નજરે પડી રહ્યા છે.

રવિવારે IPL 2026 દરમિયાન ઊર્જા વપરાશને લઈને સવાલો ઊઠવા લાગ્યા છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (CTI)ના પ્રમુખ બ્રિજેશ ગોયલે રમતગમત મંત્રી મનસુખ માંડવિયાને પત્ર લખીને IPLને રી-શેડ્યૂલ કરવાની માગ કરી છે. આના પર હવે લીગ ચેરમેન અરુણ ધૂમલે પ્રતિક્રિયા આપી છે. કે, જો ભારત સરકાર તરફથી કોઈ નિર્દેશ આવે છે, તો તેઓ આ બાબત પર વિચાર કરશે. તેમણે કહ્યું કે, “અત્યાર સુધી મારી જાણકારી મુજબBCCIને આ સંબંધમાં કોઈ સત્તાવાર સૂચના નથી મળી. અલગ-અલગ સંસ્થાઓના પોતાના અભિપ્રાય હોઈ શકે છે, પરંતુ અમે ભારત સરકાર પ્રત્યે જવાબદાર છીએ. જો સરકાર તરફથી કોઈ નિર્દેશ આવશે, તો અમે તેના પર ચોક્કસ અમલ કરીશું.”

CTIના પત્રમાં માગ કરવામાં આવી છે કે, મેચોના આયોજનને મર્યાદિત સ્થળો સુધી રાખવામાં આવે અને તેમને દર્શકો વગર કરાવવામાં આવે, જેથી ઈંધણની બચત થઈ શકે. પત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, IPL 2026 દરમિયાન ટીમો અત્યાર સુધી લાખો કિલોમીટરની યાત્રા કરી ચૂકી છે. ગોયલે દલીલ કરી કે હવાઈ મુસાફરી ઓછી કરવી, મર્યાદિત સ્થળો પર મેચો કરાવવી અને દર્શકો વગર આયોજન કરવાથી કરોડો લીટર પેટ્રોલ અને ડીઝલની બચત થઈ શકે છે. તેમણે એ પણ યાદ અપાવ્યું કે મહામારી દરમિયાનBCCI એ આ જ પ્રકારના પગલાં લીધા હતા.