BCCI RTI હેઠળ નહીં આવે, CECનો નિર્ણય

CECએ 2018ના નિર્ણયને બદલ્યો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને બીસીસીઆઇ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે બીસીસીઆઇ આરટીઆઇ હેઠળ નહિ આવે. આ અંગે વર્ષ 2018માં સેન્ટ્રલ…

CECએ 2018ના નિર્ણયને બદલ્યો

સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને બીસીસીઆઇ મુદ્દે મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે બીસીસીઆઇ આરટીઆઇ હેઠળ નહિ આવે. આ અંગે વર્ષ 2018માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને જ બીસીસીઆઇને આરટીઆઇ હેઠળ આવતી સંસ્થા છે. આ અંગે બીસીસીઆઇએ મદ્રાસ હાઇકોર્ટમાં અરજી કરી હતી. તેમજ કહ્યું હતું કે એક સ્વાયત્ત અને ખાનગી સંસ્થા છે. જેની બાદ ગત વર્ષે મદ્રાસ હાઈકોર્ટે ફરીથી આ મામલો સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનને મોકલ્યો હતો અને સુપ્રીમ કોર્ટના અગાઉના નિર્ણયોને ધ્યાનમાં રાખીને આ બાબત પર નવેસરથી વિચારણા કરવાનો નિર્દેશ આપ્યો હતો.

તેની બાદ આજે અંતિમ નિર્ણય આપ્યો હતો. આ અંગે સેન્ટ્રલ માહિતી કમિશનર વતી એવું કહેવામાં આવ્યું છે કે બીસીસીઆઇ આરટીઆઇ કાયદાની કલમ 2(H) હેઠળ જાહેર સંસ્થા નથી. આ સંસ્થા આરટીઆઇ હેઠળ માહિતી આપવા બંધાયેલી નથી. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018માં સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશને બીસીસીઆઇએ રાઇટ ટુ નોટિસ એક્ટ હેઠળ લાવવાનો નિર્ણય લીધો હતો. તેમાં કહેવામાં આવ્યું હતું કે બીસીસીઆઇ એક જાહેર સંસ્થા છે. બીસીસીઆઇની આ ટીમ દેશ એટલે કે ભારતનું પ્રતિનિધિત્વ કરે છે. તેમજ ખેલાડીઓની જર્સી પર દેશનું નામ લખેલું હોય છે. તેને સરકાર તરફથી કોઈને કોઈ સ્વરૂૂપમાં મદદ પણ મળે છે.