ગુજરાત

યાત્રાધામ દ્વારકામાં દ્વારકાધીશના દર્શન માટે ભાવિકોની લાગી લાંબી કતારો

Published

on

જગત મંદિરને લાઇટિંગ ડેકોરેશનથી સુશોભિત કરાયું: ભક્તોની ભીડથી શહેરમાં ઠેરઠેર ટ્રાફિક ચક્કાજામ જેવી સ્થિતિ: માનવ મહેરામણ ઊમટયો

દિપાવલીના તહેવારોમાં અને શાળા-કોલેજોમાં મીની વેકેશનના માહોલમાં યાત્રાધામ દ્વારકામાં બહોળી સંખ્યામાં ભાવિકો તથા સહેલાણીઓ બહોળી સંખ્યામાં ઉમટ્યા છે. દ્વારકાની ઘણી ખરી હોટલોમાં ધનતેરસથી લાભ પાંચમ સુધીના તહેવારોમાં રૂૂમો બુક થઈ ગયા છે અને દ્વારકા તેમજ બરડીયામાં આવેલી હોટલ, રીસોર્ટસ તથા ગેસ્ટ હાઉસ અને ધર્મશાળાઓ પણ હાઉસફુલ થયા છે. નવા વર્ષની શુભ શરૂૂઆત ભક્તોએ ભગવાન દ્વારકાધીશના ચરણોમાં ઝુકાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી. સૌપ્રથમ વહેલી સવારે પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો લાગી હતી.


દ્વારકાધીશ જગતમંદિરને દિપાવલીના તહેવારોમાં જગતમંદિરનું વ્યવસ્થાપન કરતી દેવસ્થાન સમિતિ દ્વારા વિવિધ પ્રકારની લાઈટસ, ડેકોરેશન્સ, ફુલો વિગેરેથી સુશોભિત કરવામાં આવ્યા છે. આ સાથે જગતમંદિર માં દિપાવલી પર્વના ઉત્સવો દરમિયાન પણ રાબેતા મુબજની છ ધ્વજાજીઓ ઉપરાંત અન્નકૂટ મહોત્સવો, કુંડલા – કુનવારા-છપ્પન ભોગ, સુકા મેવા મનોરથ જેવા ઉત્સવો ઉજવાયો, જેનો લાભ દર્શનાર્થીઓને મળ્યો હતો.
શિવરાજપુર, બેટ દ્વારકા, નાગેશ્વર સહિતના તીર્થ સ્થાનો તથા દર્શનીય સ્થળોમાં ભક્તો ઉમટ્યા હતા.માનવ મહેરામણ દ્વારકા ટુરીસ્ટ સર્કિટમાં આવતાં દર્શનીય સ્થળો પૈકીના શિવરાજપુર બીચમાં પણ વેકેશન દરમિયાન સહેલાણીઓનું પ્રમુખ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું. આ સાથે દ્વારકા,બેટ દ્વારકા,નાગેશ્વર જ્યોતિર્લિંગ, મોમાઈ બીચ, ગોપી તળાવ, રૂૂક્ષ્મણી મંદિર જેવા પ્રમુખ ધાર્મિક તેમજ સહેલાણીઓને આકર્ષતા કેન્દ્રો પર પણ દીવાળીના મીની વેકેશનમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતું અને હજુ અવિરત પ્રવાહ આવી રહ્યો છે.
સતત વિકાસકાર્યોથી દ્વારકા પંથકના ટુરીઝમ ઉદ્યોગમાં ઘરખમ વધારો થયો છે. સ્થાનીય વેપારીઓને દિવાળી સારી હોવાનો આશાવાદ સેવી રહ્યા છે. સમગ્ર પંથકમાં ઉત્તરોત્તર અને માળખાગત રીતે થતાં વિકાસકાર્યોને લીધે તેમજ કોરીડોર પ્રોજેકટના ભણકારા વચ્ચે દ્વારકા વિસ્તારમાં જગતમંદિરમાં ભાવિકોનો ઘસારો છેલ્લાં દોઢ દાયકામાં સતત વધતો જતો જોવા મળ્યો છે.

ત્યારે હોટલ ઉદ્યોથની સાથે સાથે અહીંના રેસ્ટોરાં ઉદ્યોગ,ટુરીઝમ બેઈઝડ ધંધાર્થીઓના બીઝનેસમાં પણ વધારો થતો જોવા મળ્યો હોય દીવાળીના મીની વેકેશનમાં ભાવિકોની ભીડના આશાવાદ સાથે જગતમંદિર આસપાસની બજારોમાં દ્વારકાધીશની છબીઓ,મૂર્તિઓ, હેન્ડલૂમના વસ્ત્રો, ધાર્મિક પૂજા અર્ચનની સામગ્રીઓના વેપારીઓએ પણ રાજસ્થાન, ઉત્તરપ્રદેશ ઈત્યાદિથી મોટાપાયે સ્ટોક ખરીદી કરી રાખી છે.યાત્રાધામ દ્વારકામાં દિવાળીના તહેવાર દરમ્યાન દિવાળી નુતન વર્ષ ભાઇબિજના દ્વારકા -બેટ દ્વારકામાં આ વર્ષ રેકોર્ડ બ્રેક સર્જાયો ભાવિકો અને ટુરીસોથી દ્વારકા છલકાયું હતું. હોટલ ગેસ્ટહાઉસ હાઉસ ફુલ થૈઇ ગયેલ હતા. રેસ્ટોરનમાં ચિક્કાર ગિરદી દ્વારકામાં તહેવાર દરમ્યાન માનવ મહેરામણ ઉમટી પડ્યું હતુ. હૈયે હૈયુ દળાય એટલી ભિડ ઉમટી હતી. દિવાળીના બીજા દિવસે દ્વારકાધીશજીને અન્કોટ મનોરથ રાખવામાં આવ્યો હતો. ભાવિકો દ્વારકાધીશના દર્શન કરી ભાવ વિભોર બન્યા હતા. દ્વારકા આસપાસ ફરવા લાયક સ્થળ શિવરાજપુર બિચ, ઓખામઠી બીચ, તેમજ દ્વારકા પંચકુઇ વિસ્તાર બિચ ખાસ બેટ દ્વારકા સુદર્શન સેતુ ઉપર ફોટો ગ્રાફી તેમજ ફરવા માટે ટુરીસો ઉમટી પડ્યા હતા.


દિવાળી પર્વમાળાનાં રજાના દિવસોમાં દ્વારકાધીશ મંદિરે સ્વર્ગ દ્વારા તેમજ મોક્ષ દ્રાર સતત પાંચ દિવસથી શ્રધ્ધાળુઓથી દ્વારકામા ચિક્કાર ગીરદી જોવા મલી હતી. બન્ને મુખ્ય ગેટ પર ભાવીકોની ઠાકોરજીના દર્શન કરવા માટે લાંબી કતારો જોવા મલી હતી. મંદિર આસપાસ વિસ્તારમાં ચિકકાર ગિરદીના કારણે રસ્તાઓ સાકડા પડ્યા હતા.


દ્વારકા શહેરના તમામ પાકિંગોમાં હાઉસફુલ થૈઇ ગયેલ હાઇવે પર ફોર વિલર્સની પાંચ કિમી સુધી લાંબી કતારો નજરે પડી હતી. દ્વારકામાં હોટલો ગેસ્ટાહાઉસ બહાર પણ ફોર વિલ્સના અડીંગા જામ્યા હતા. તહેવાર પર દ્વારકામાં જામ પેક થૈઇ ગયેલ હતું. હોટલો રેસ્ટોરન્ટો પણ હાઉસ ફુલ જોવા મળ્યા હતા. દ્વારકામાં માનવ મહેરામણ ઉમટી પડતા હોટલો, ગેસ્ટહાઉસો, રેસ્ટોરન્સો, પ્રસાદના વેપારી સહિત યાત્રીકો ઉપર નભતા વેપારી સહિતના ધંધાઓમાં નવા વર્ષની શુભ શરૂૂઆતમા તેજીનો કરંટ જોવા મલ્યો.જગ વિખ્યાત દ્વારકાધીશ જગતમંદિરે પણ વારદાર પુજારીએ દરરોજ શ્રીજીને તહેવારને અનુલક્ષી અલૌકીક ઝાખીના દર્શન રાખવામાં આવ્યા હતા. દ્વારકાધીશના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો જોવા મળી હતી. કલાકો સુધી ભકતોએ દ્વારકાધીશજીના દર્શન કરવા લાઇનમાં વેઇટીંગમાં રાહ જોવી પડી હતી. ભાઇબીજનાં પવિત્ર દિવસે ગોમતી સ્નાનનું મહત્વ હોવાથી વહેલી સવારથી ભાવિકોનો ગોમતી ધાટ ઉપર ઘસારો જોવા મળ્યો હતો.

સંખ્યાબંધ ભાવિકોએ ગોમતી સ્નાન કરી પૂણ્યનું ભાથુ બાંધ્યુ હતું. સાંજે ગોમતી માતાજીની આરતી યોજવામાં આવી હતી. અને ચુંદડી મનોરથ યોજવામાં આવ્યો હતો. તે દર્શનો હજારો ભાવિકોએ લાભ લિધો હતો. ભાઇબીજ નાં પાવન દિને પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી દીપદાન કરશે તેમને યમરાજા કયારેય નડતરરૂૂપ થશે નહિ. ભાઇબીજ નાં પાવન દિને હજારો યાત્રાળુઓ દ્વારકાવાસીઓ એ ગોમતી ઘાટે મહાઆરતી નો લાભ લીધો હતો. અને ભાઇ બહેને સાથે ગોમતી સ્નાન કરી ગોમતી નદિમાં દિવડા પ્રગ્ટાવી દિપદાન કર્યુ હતુ. આ પાવન દિને જગત મંદિરે પૂજારી પરિવાર દ્વારા દ્વારકાધીશજી ને યમુના મહારાણીનાં દિવ્ય શૃંગાર કરી યમુના મહારાણી જેવો શ્રીજીને ભાવ અર્પણ કરવામા આવ્યો હતો. આ અલૌકિક શૃંગાર દર્શનો સંખ્યાબંધ ભાવિકોએ લાભ લીધો હતો.

દ્વારકાના પવિત્ર ગોમતી ઘાટ પર ભાઈબીજના દિવસે ઉજવાયો ચૂંદડી મનોરથ
યાત્રાધામ દ્વારકામાં દિવાળી પર્વ અંતર્ગત ગત રવિવારે ભાઈબીજ ના સાંજે માતા ગોમતીજીના મંદિર નજીક ઘાટ પર ભવ્ય ચુંદડી મનોરથ ઉજવવામાં આવ્યો જેમાં ગોમતી નદી ના એક કિનારાથી બીજા કિનારા સુધી ચુંદડી સ્વરૂૂપે વસ્ત્ર ગોમતી નદીને અર્પણ કરી ભવ્ય આરતી નું આયોજન કરવામાં આવ્યું હતું જેના દર્શનનો લાભ અનેક ભક્તોએ પ્રાપ્ત કર્યો દ્વારકામાં 23 વર્ષ પહેલાં બ્રહ્મલીન શારદાપીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂૂપાનંદજી સરસ્વતીજી મહારાજ દ્વારા શરૂૂ કરાવેલી આ પરંપરા ગોમતી માતાજી મંદિર અને જગત મંદિર પુજારી ચંદ્રેશભાઇ પુજારી પરિવાર દ્વારા આજ પર્યંત ચાલી રહી છે. ભાઈ બીજ ના દિવસે દ્વારકા ના પવિત્ર ગોમતી નદીના જલમાં ભાઈ બહેન દ્વારા દીપ દાનનું પણ અનેરૂૂ મહત્વ હોય અનેક ભક્તોએ દીપ દાન કરી પુણ્યનું ભથ્થુ બાંધ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version