જિલ્લામાં પેટ્રોલની 54-ડીઝલની 67% અછત : કલેકટર

રાજકોટ જિલ્લામાં 361 પેટ્રોલપંપ કાર્યરત : 20 ટકા જથ્થો ઈમર્જન્સી સેવાઓ માટે અનામત મીડલ ઈસ્ટ યુધ્ધના કારણે દેશભરમાં ઈંધણની અછત જોવા મળી રહી છે. તાજેતરમાં…

રાજકોટ જિલ્લામાં 361 પેટ્રોલપંપ કાર્યરત : 20 ટકા જથ્થો ઈમર્જન્સી સેવાઓ માટે અનામત

મીડલ ઈસ્ટ યુધ્ધના કારણે દેશભરમાં ઈંધણની અછત જોવા મળી રહી છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ પણ પેટ્રોલ ડીઝલના વપરાશ સમજપૂર્વક કરવાની અપીલ કરી હતી. રાજકોટ જિલ્લાના ઘણા ગામોમાં પેટ્રોલ ડીઝલ માટે લાઈનો લાગી રહી છે ત્યારે જિલ્લા કલેકટરે ઈંધણની સ્થિતિ બાબતે જિલ્લામાં શું હાલત છે તેની વિસ્તૃત વિગતો આપી હતી.

રાજકોટ જિલ્લામાં પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો સુચારુ રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. રાજકોટ જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લામાં ઈંધણની વર્તમાન સ્થિતિ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે તમામ પેટ્રોલ પંપ પર પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે અને કોઈ પણ પંપ પર પુરવઠો ખોરવાય નહીં તે માટે કડક સૂચના આપવામાં આવી છે.

કલેકટર ડો. ઓમ પ્રકાશના જણાવ્યા અનુસાર, રાજકોટ જિલ્લામાં કુલ 361 પેટ્રોલ પંપ કાર્યરત છે. જેમાં CLIOCL 108, BPCL 82,HPCL 86,Nyara 59,Shell 08,Reliance Jio18 સહિતના પેટ્રોલ પંપનો સમાવેશ થાય છે. જેમાં માત્ર પેટ્રોલનો જથ્થો 46 ટકા છે. જ્યારે ડીઝલનો જથ્થો માત્ર 36 જેટલો છે. ત્યારે પેટ્રોલ પંપ નો જથ્થો ઓછો હોવાના કારણે તંત્ર પણ ઉંધા માટે થયું છે અને સતત પેટ્રોલ કંપનીઓ સાથે સતત સંપર્કમાં આવવાનું કલેક્ટરે જણાવ્યું છે.

મહત્વનું છે કે જિલ્લાના કેટલાય વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલના ન હોવાના કારણે ખેડૂતો સાથે પેટ્રોલ પંપ સંચાલકોને ઘર્ષણ થઈ રહ્યું છે. ત્યારે માત્ર જિલ્લામાં ડીઝલનો જથ્થો 36 ટકા જેટલો છે જેમાં 20 ટકા જેટલો જથ્થો ઇમરજન્સી તેમજ અન્ય સરકારી સંસ્થાઓ માટે રિઝર્વ રાખવાના હોય છે જ્યારે પેટ્રોલનો જથ્થો પણ માત્ર 46 ટકા જ છે.

કલેકટરએ ભારપૂર્વક કહ્યું કે, વહીવટી તંત્ર તમામ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે સતત સંપર્કમાં છે જેથી જિલ્લામાં ઈંધણની અછત સર્જાય નહીં. ખેડૂતોની જરૂૂરિયાતોને ધ્યાનમાં રાખીને, જિલ્લાના વિસ્તારોમાં ડીઝલનો પુરવઠો ઝડપથી પહોંચાડવા માટે સૂચનાઓ આપી દેવામાં આવી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પેટ્રોલ પંપ ડ્રાય (ખાલી) ન થાય અને લોકોને કોઈ અગવડતા ન પડે તે જોવાની જવાબદારી પંપ સંચાલકોની છે.
ખેડૂતો અને સામાન્ય જનતા માટે, અગાઉની જેવી કટોકટી જેવી સ્થિતિ ન સર્જાય તે માટે વહીવટીતંત્ર સતર્ક છે. જરૂૂર પડ્યે, કેરબા દ્વારા ડીઝલ મેળવવા માટે સરકારની અગાઉની માર્ગદર્શિકા મુજબ છૂટછાટ આપવામાં આવી છે.

 

સરકારી વિભાગોની મહદઅંશે બેઠક ‘ઓનલાઈન’
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈંધણની બચત માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, હવેથી તમામ સરકારી વિભાગોની બેઠકો મહદ અંશે ઓનલાઇન માધ્યમથી યોજવામાં આવશે. કલેકટર ડો. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, પેટ્રોલ બચાવવા અને કરકસર કરવા માટેના સરકારી નિર્દેશોના અમલીકરણના ભાગરૂૂપે તમામ ફિલ્ડ ઓફિસર્સને આ અંગે સૂચના આપી દેવામાં આવી છે. પરંપરાગત રીતે અધિકારીઓને બેઠક માટે રૂૂબરૂૂ બોલાવવાની પ્રથાને બદલે હવે ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે. જે કામોમાં રૂૂબરૂૂ હાજરી અનિવાર્ય નથી, ત્યાં તમામ સરકારી વિભાગો હવે ઓનલાઇન મીટિંગ્સનું આયોજન હાથ ધરશે.