બાબરા તાલુકામાં ખંભાળા ગામે રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વધુ વિગતો મુજબ ખંભાળા ગામે રહેતા ગૌરા ધુડાભાઇ મેવાડા (ઉ.વ.45) નામના આધેડ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. તેમના પરિવારમાંથી જાણવા મળ્યુ હતું કે, નાનાભાઇનું સગપણ થઇ જતા પોતાનુ ન થતા તેમને લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. પોતે ત્રણભાઇ એક બહેનમાં વચેટ છે અને હાલ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે.
