માળિયામાં યુવાનની હત્યાના આરોપીઓનો વરઘોડો

માળિયામાં પૈસાની લેતીદેતી મામલે ફાયનાન્સ પેઢીના સંચાલક દ્વારા પાંચ માણસોને મોકલી યુવાનની હત્યા કરાવવામાં આવી હતી પોલીસે છ આરોપીને ઝડપી લઈને આજે આરોપીની ફાઈનાન્સ પેઢી…

માળિયામાં પૈસાની લેતીદેતી મામલે ફાયનાન્સ પેઢીના સંચાલક દ્વારા પાંચ માણસોને મોકલી યુવાનની હત્યા કરાવવામાં આવી હતી પોલીસે છ આરોપીને ઝડપી લઈને આજે આરોપીની ફાઈનાન્સ પેઢી ખાતે દોરડેથી બાંધી લઇ આવવામાં આવ્યા હતાં.

માળિયાના અણીયારી ટોલનાકા નજીક પૈસાની લેતીદેતી મામલે ફાયનાન્સ પેઢીના સંચાલક મોહન ઉર્ફે શિવમ ભુંભરીયાએ મોકલેલા આરોપીઓ રમેશ ઉર્ફે રામો રબારી, પૃથ્વીરાજસિંહ ઝાલા, ગુલામહુશેન પઠાણ, કિશન ચૌહાણ અને હીરાભાઈ ઉલવાએ અનિલભાઈ કંડિયાને આડેધડ છરીના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યો હતો તેમજ ફરિયાદી વિવેક પટેલને છરીઓ ઝીકી ઈજા પહોંચાડી હતી પોલીસે હત્યાની ફરિયાદ નોંધી તમામ છ આરોપીને ઝડપી લીધા હતાં. ઝડપાયેલા આરોપીઓને કાયદાનું ભાન કરાવવા માળિયા પોલીસ આરોપીઓને રવાપર રોડ પર આવેલ હોથલ ફાયનાન્સ પેઢી ખાતે દોરડેથી બાંધીને તપાસ અર્થે લાવી હતી ફાયનાન્સ પેઢીના સંચાલકની ઓફિસે આરોપીઓને દોરડેથી બાંધી લાવવામાં આવ્યો હતો અને જાહેર જનતાએ આ નજારો નિહાળ્યો હતો અને આરોપીઓના પોલીસે સીન વીખી નાખ્યા હતા ગુનામાં વપરાયેલ ઇકો કાર અગાઉ કબજે લેવામાં આવી હતી તો હત્યામાં વપરાયેલ પાંચ છરીઓ પોલીસે કબજે લીધી હોવાની માહિતી માળિયા પીઆઈ કુલદીપસિંહ દરબારે આપી હતી.

માળીયા તાલુકા પીઆઇ કે.કે. દરબાર પાસેથી મળતી માહિતી મુજબ હોથલ ફાયનાન્સ વાળા શિવમ રબારીએ મૃતક પાસેથી 4.50 લાખ રૂૂપિયા લેવાના હતા અને તેની ઉઘરાણી માટે તેના પાંચ માણસો મોરબીના રવાપર રોડે આવેલ હોથલ ફાયનાન્સ પાસે ભેગા થયા હતા અને ત્યાર બાદ ત્યાંથી અનિલ કંડિયા પાસે ગયા હતા અને ત્યાં તેની હત્યા કર્યા બાદ આરોપીઓ પાછા મોરબીમાં હોથલ ફાયનાન્સ ખાતે આવ્યા હતા અને ત્યાર બાદ છૂટા પડ્યા હતા જેથી કરીને શિવમ રબારી સહિતના તમામ આરોપીઓને સાથે રાખીને હોથલ ફાયનાન્સ ખાતે ઘટનાનું રી- ક્ધસ્ટ્રકશન કરાવ્યુ હતું અને ગુનાના કામે વપરાયેલ વાહન સહિતનો મુદામલ કબ્જે કરવામાં આવેલ છે.