Site icon Gujarat Mirror

જૂની સિવિલ કોર્ટમાં રિપેરિંગના બે કામ માટે 22 લાખ વપરાશે

જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં બાંધકામના 9 કામો પાછળ રૂા.14.45 કરોડ ખર્ચવા મંજૂરી

રાજકોટ જિલ્લા પંચાયતની ખાસ કારોબારી સમિતિની બેઠક કારોબારી ચેરમેન પી.જી. ક્યાડાના અધ્યક્ષ સ્થાને મળતા રાજકોટ જિલ્લા પંચાયતના સને 2024-25ના સુધારેલ અંદાજપત્રમાં કુલ રૂૂ.958.60 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત કુલ રૂૂ.21.93 કરોડની જોગવાઈ કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લા પંચાયતના સને 2025-26ના અંદાજપત્રમાં કુલ રૂૂ.1091.64 કરોડની જોગવાઇ કરવામાં આવેલ છે. જિલ્લા પંચાયત સ્વભંડોળ અંતર્ગત કુલ રૂૂ.22 કરોડની જોગવાઇ મંજુર કરવા સામાન્ય સભાને ભલામણ કરવામાં આવી હતી.

બાંધકામના કુલ 7 કામોના ટેન્ડરના કુલ રૂૂ.14,23,25,137 રૂપિયા તથા જિલ્લા પંચાયત કચેરી – જૂની સિવિલ કોર્ટ બિલ્ડીંગ રીપેરીંગના 2 કામોના કુલ રૂૂ.22,00,000 મંજુર કરવામાં આવ્યા છે. બેઠકમાં અધ્યક્ષ પી.જી.ક્યાડા, સચિવ અને જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી તથા કારોબારી સમિતિના સભ્યો, જિલ્લા પંચાયત રાજકોટના શાખાધિકારીઓ હાજર રહેલ હતા.

બજેટ અંગે કારોબારી અધ્યક્ષે જણાવ્યું હતું કે જિલ્લા પંચાયતનું સને 2024-25નું સુધારેલ અને 2025-26નું બજેટ પુરાંતવાળુ છે. ગ્રામ્ય પ્રજાની આરોગ્ય સુખાકારી હિત ધ્યાને લઈ તૈયાર કરેલ બજેટમાં જોગવાઈ કરેલ છે.ગ્રામ્ય પ્રજા ઉપર કોઇપણ જાતના નવા કરવેરા નાખવામાં આવેલ નથી રાજકોટ જિલ્લા પંચાયતમાં સરકાર તરફથી આવતી રકમો તેમજ સ્વભંડોળ સદરે રાખવામાં આવેલ જોગવાઇની રકમો જિલ્લાનાં પ્રજાજનોનાં કલ્યાણ/ઉત્કર્ષ/પ્રગતિ માટે વપરાય તેવી અભ્યાર્થના છે.

બજેટમાં વિકાસનાં કામો માટે 10 કરોડ 80 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. વિચરતી-વિમુકત જાતીના દિકરા-દિકરી માટે શિક્ષણ સહાય માટે 20 લાખની જોગવાઇ કરવામાં આવેલ છે. રાજકોટ જિલ્લાને કુપોષણ મુક્ત કરવાના અભિયાનના ભાગરૂૂપે ઈંઈઉજ વિભાગમાં કુપોષિત બાળકોને પોષણક્ષમ અને પ્રોટીનયુક્ત આહાર પુરો પાડવા માટે 32 લાખની જોગવાઇ કરવામા આવે છે. સર્ગભા માતાઓની ચકાસણી અને સારવાર અંગે તથા થેલેસેમીયા અને સિકલસેલ એનીમિયા સારવાર અંગે સહાય માટે 10 લાખની જોગવાઇ છે.

ઇન્ફન્ટ બેબી વોર્મર, સેલ કાઉન્ટર, ગ્લુકોમીટર, આરોગ્યલક્ષી સાધન સામગ્રી, સર્જીકલ સાધનો અને રીએજંન્ટ નેત્રયજ્ઞ, સર્જીકલ કેમ્પ,ડાયાબીટીસ, લોહી ની તપાસ માટેનાં જરૂૂરી સ્થાયી પ્રકારના સાધન સામગ્રી અને ફોગીંગ મશીનની ખરીદી તથા અન્ય આરોગ્ય લક્ષી પ્રવૃતિ માટે 18 લાખની જોગવાઈ કરવામા આવે છે. જિલ્લા પંચાયત રાજકોટ હેઠળનાં વિસ્તારમાં રહેતા દેશની સુરક્ષા માટે ફરજ બજાવતા શહિદ થયેલા પ્રતિ સૈનિકના પરીવારને રૂૂ.ર લાખ ચુકવવા 10 લાખની જોગવાઇ કરવામાં આવે છે.

Exit mobile version