Site icon Gujarat Mirror

રાજકોટના ખેડૂતને વ્યાજે રૂપિયા આપી સાલપીપળિયાની જમીનનો હિસ્ટ્રીશીટર સહિત ત્રિપુટીએ દસ્તાવેજ કરાવી લીધો

રાજકોટ રહેતા ખેડૂતએ વ્યાજે લીધેલ રૂૂપિયાના બદલામાં વ્યાજ સહીત રકમ ચૂકવી દીધા છતાં ખેડૂતની પડધરીના સાલપીપળીયા ગામે આવેલી જમીન વ્યાજખોરોએ પડાવી લઇ જમીનનો દસ્તાવેજ અન્યના નામે કરી દઈ છેતરપીંડી કરતા કુખ્યાત હિસ્ટ્રીશીટર સહિત ત્રિપુટી વિરુદ્ધ પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

રાજકોટના સાધુવાસવાણી રોડ પર પાટીદાર ચોકમાં આવેલ બાલાજી શેરી નં પમાં રહેતા અને પડધરીના સાલપીપળીયા ગામે વારસરાઈ જમીન ધરાવતા વિશાલ બાબુભાઈ ગઢીયા નામના ખેડૂતે પડધરી પોલીસમાં અલ્પેશ દોગા, વત્સલકુમાર રસીકભાઈ સખીયા અને રસીક સખીયા સહિત સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે બન્ને ભાઈઓને મકાન ઉપર લોન લીધી હોય જેની ભરપાઈ માટે તેમજ હોસ્પિટલના ખર્ચ માટે રૂૂપિયાની જરૂૂરીયાત ઉભી થતા અલ્પેશ દોંગાની પટેલ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસે મળવા ગયા હતા જયાં રૂૂપિયાના બદલે જમીનનું સીકયુરીટી પેટે લખાણ કરી આપો તો લોન થઈ જશે તેમ વાત કરેલ હતી. બાદમાં જમીનની ઓરીજનલ ફાઈલ આપી હતી અને બીજા દિવસે બન્ને ભાઈ અને માતા ત્રણેય મામલતદાર કચેરીએ ગીરો દસ્તાવેજમાં સહી કરી આપી હતી.

બે દિવસ બાદમાં ગીરો દસ્તાવેજમાં બદલામાં બેંકમાં રૂૂપિયા જમા કરાવ્યા હતા. બાદમાં તેઓના ભાઈના વોટ્સએપમાં અરસ-પરસનું સમજુતી કરારનું લખાણ મોકલેલ હતું બાદમાં ગઈ નવરાત્રીએ તેના ભાઈએ કટકે રૂૂ.8 લાખ ચુકવ્યા હતા.દરમિયાન ગત.તા.4/10ના તેઓની વાડીએ ભાગીયા કરવા આવેલા કનુભાઈએ તેઓને ફોન કરી કહ્યું કે કોઈ લોકો આવે છે. અને જમીન ખાલી કરવાનું કહેલ છે.

જેથી તેઓ તેના પુત્ર સાથે વાડીએ ગયા અને લોન પેટે રૂૂપિયા લીધાની વાત કરતા વત્સલકુમાર તથા તેના પિતા રસીકે કહ્યું કે તમે અમે દસ્તાવેજ કરી આપ્યો છે. અમને જમીન ખાલી કરી દયો તેમ વાત કરી જતા રહ્યા હતા. બાદમાં અલ્પેશને મળી વાત કરતા તેણે સાદા કાગળનું લખાણ બતાવેલ જેમાં તેઓના ભાઈ રાજેશભાઈને અલ્પેશ દોગાએ રૂૂ.4 કરોડ ચુકવ્યા હતા તેવુ લખ્યું હતું બાદમાં તપાસ કરતા તેણે ગીરો દસ્તાવેજ કરવાના બહાને જમીનનો દસ્તાવેજ અન્યના નામે કરી છેતરપીંડી આચરી હોવાનું જાણવા મળતા આ મામલે વિશાલભાઈએ પડધરી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ત્રિપુટીની શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version