ખંભાળિયા શહેર નજીક આવેલા શક્તિનગર ગ્રામ પંચાયત વિસ્તારમાં એક બંધ મકાનના ધાબા ઉપર ગાય ચડી જતા ભારે અફરાતફરીના દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીંના શક્તિનગર વિસ્તાર સ્થિત એક આસામીના બંધ રહેણાંક મકાનના ખુલ્લા ધાબા પર ગૌવંશ ચડી જતા આ અંગે સ્થાનિકો દ્વારા અહીંની જાણીતી પશુ સેવા સંસ્થા એનિમાન કેર ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યકરોને કરવામાં આવી હતી જેથી સંસ્થાના સભ્યો અશોકભાઈ સોલંકી, વિશેષ દેસાણી, શેખર આઝાદ અને મેહુલ યાજ્ઞિક તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને આ ગૌમાતાને સફળતાપૂર્વક ધાબા પરથી નીચે ઉતારવાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. (તસવીર : કુંજન રાડિયા)
ખંભાળિયામાં બંધ મકાનના ધાબા ઉપર ગાય ચડી જતાં દોડધામ

