દુષ્કાળના જખમ ઉપર હળવા વરસાદથી ટાઢક કરાવતા મેઘરાજા

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ વરસી રહેલા મેઘરાજાએ આજે સવારે 6 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી 5.16 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે સવારથી…

સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબા સમયના વિરામ બાદ વરસી રહેલા મેઘરાજાએ આજે સવારે 6 વાગ્યા સુધીમાં 150 તાલુકામાં ભારે ઝાપટાથી માંડી 5.16 ઇંચ વરસાદ વરસ્યા બાદ આજે સવારથી વરસાદનું જોર વધ્યુ છે અને બપોરે બે વાગ્યા સુધીમાં 222 તાલુકામાં 1 મીમીથી માંડી 3 ઇંચ સુધી વરસાદ નોંધાતા લોકોને હાશકારો થયો છે અને હજુ વરસાદ પડવાની આશા જાગી છે.

રીજીયન વાઈઝ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 1736.80 મીમી વરસાદ પડ્યો છે, જે સરેરાશ કરતા 112.63% વધુ છે. પૂર્વ-મધ્ય ગુજરાતમાં 702.37 મીમી (85.76%), ઉત્તર ગુજરાતમાં 486.72 મીમી (66.64%), સૌરાષ્ટ્રમાં 507.74 મીમી (66.61%) અને કચ્છમાં સૌથી ઓછો 285.70 મીમી (57.16%) વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 32 જિલ્લાના 150 તાલુકામાં વરસાદ પડ્યો છે અને રાજ્યનો સરેરાશ વરસાદ 8.69 મીમી રહ્યો છે.

સવારે 6 વાગ્યે પુરા થતા છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ મોરબીના માળિયામાં 131 મીમી (5.16 ઈંચ), બનાસકાંઠાના દાંતામાં 91 મીમી, પાટણના શંખેશ્વરમાં 85 મીમી, દેવભૂમિ દ્વારકાના દ્વારકામાં 71 મીમી અને મહેસાણાના બેચરાજીમાં 65 મીમી નોંધાયો છે. આજે સવારે 6 થી 10 વાગ્યા સુધીના 4 કલાકમાં અરવલ્લીના મેઘરજમાં 73 મીમી, અમદાવાદ સિટીમાં 70 મીમી, સાબરકાંઠાના તલોદ અને અરવલ્લીના મોડાસામાં 57-57 મીમી અને મહેસાણાના ખેરાલુમાં 51 મીમી વરસાદ નોંધાયો છે.
જયારે આજે સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં રાજયનાં 222 તાલુકામાં 1 મીમીથી માંડી 3 ઇંચ વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ વરસાદ અમદાવાદ સિટી અને અરવલ્લીના મેઘરજમાં 73-73 મીમી (2.87 ઈંચ) નોંધાયો છે. અમદાવાદમાં સવારે 08 થી 10 વચ્ચે એકલા 61 મીમી વરસાદ ખાબક્યો હતો, જ્યારે મેઘરજમાં 06 થી 08 વચ્ચે 65 મીમી વરસાદ પડ્યો હતો.

ત્યારબાદ સાબરકાંઠાના તલોદમાં 64 મીમી, નર્મદાના દેડીયાપાડામાં 60 મીમી (જેમાં 10 થી 14 વચ્ચે 60 મીમી), અરવલ્લીના મોડાસામાં 60 મીમી, મહીસાગરના કડાણામાં 57 મીમી, સંતરામપુરમાં 55 મીમી, ગાંધીનગરના માણસામાં 54 મીમી, ખાનપુર 53 મીમી અને મહેસાણાના ખેરાલુમાં 51 મીમી વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત મોરબીના વાંકાનેરમાં 50 મીમી, મહેસાણા 47, ગાંધીનગર કલોલ 47, અરવલ્લી બાયડ 45, અમદાવાદ દસ્ક્રોઈ 45 મીમી વરસાદ પડ્યો છે. કુલ 222 તાલુકામાં 1 થી 73 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સવારના સમયે ભારે વરસાદનું જોર વધુ જોવા મળ્યું હતું.

નર્મદા ડેમ છલકાવામાં 4 ફૂટનું છેટું, 43 ડેમ 100 ટકા ભરાયા
ડેમની સ્થિતિ અંગે જોઈએ તો રાજ્યના 206 ડેમમાં સરેરાશ 69.56% પાણીનો સંગ્રહ છે. સરદાર સરોવર ડેમ 95.55% ભરાયો છે. 43 ડેમ 100% ભરાઈ જતા હાઈ એલર્ટ પર છે, જેમાં અમરેલીના ધાતરવાડી, રાજુલાના રાયડી, ભરૂૂચના ધોલી, ભાવનગરના પિંગલી, રાજકોટના લાલપરી સહિતના ડેમનો સમાવેશ થાય છે. જ્યારે 11 ડેમ એલર્ટ અને 10 ડેમ વોર્નિંગ પર છે. મુખ્ય ડેમમાં શેત્રુંજી 99.41%, બ્રહ્માણી 93.67%, દમણગંગા 90.97%, કરજણ 86.42% અને ઉકાઈ 82.88% ભરાયો છે.