Site icon Gujarat Mirror

લોકમેળો પાટે ચડ્યો, રાઇડ્સ સંચાલકો ફોર્મ લેવા ઉમટી પડ્યા

શનિવારના રોજ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ તેમજ લોકમેળા સમિતિના સભ્ય સાથે રાઇડસ સંચાલકો બેઠક યોજાઇ હતી એના બેઠકમાં રાજ સંચાલકોની કડક એસોપીના પ્રશ્નનો નિરાકરણ આવ્યું હતું અને તંત્ર દ્વારા રાઇડસ સંચાલકો પ્રશ્ન હતા તેમાં સુખદ સમાધાન આવ્યું છે જેને લઇ હવે રાઇડસ સંચાલકોએ આજથી ફોર્મ ઉપાડવાનું પણ શરૂૂ કરી દેવામાં આવ્યું છે. આજે બપોરે 2:00 વાગ્યા સુધીમાં રાઈડ સંચાલક સહિત 190 જેટલા ફોર્મ ફટાફટ ઉપડી ગયા હતા. જેમાંથી 20 જેટલા વાઈટ સંચાલકોએ પણ ફોન ઉપાડ્યો હોવાનું સામે આવ્યો છે. ગઈકાલ સુધીમાં તમામ ફોર્મ ઉપડી જાય તેવી તંત્રની આશા છે. ત્રણથી ચાર દિવસમાં ફોર્મ ભરી પરત જમા કરાવવાના પણ છે.

બીજી બાજુ લોક મેળો સમિતિ દ્વારા મંડપ, લાઇટ ડેકોરેશન, જાહેર ખબર, કેમેરા સહિતના પાંચ જેટલા ટેન્ડર અને પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે તેમજ આગામી દિવસોમાં મેદાન કરવાની કામગીરી પણ હાથ ધરવામાં હાજર તેમજ મેળા દરમિયાન વરસાદ આવે તો પાણીના નિકાલ માટેની ખાસ આયોજન કરવામાં આવ્યું છે તેમજ તંત્ર દ્વારા મેળા સમિતિ દ્વારા આઠ કરોડનો વીમો લેવાની પણ પ્રક્રિયા છે તે શરૂૂ કરી દેવામાં આવી છે.

Exit mobile version