રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનરની સુચના અનુસાર વેરા વસુલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશ અંતર્ગત 10-મિલક્તોને સીલ મારેલ તથા 7-મિલકતોને સીલની કાર્યવાહી કરતા તથા 1-મિલકતને નોટીસ ફટકારતા રૂૂા.37.66 લાખની રિકવરી થઇ હતી.
શહેરના વોર્ડ નં-3માં 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટમાં રૂૂ.77,800/-, વોર્ડ નં-6માં મહીકા માર્ગ પર આવેલ 1-યુનિટમાં રૂૂ.1.07 લાખ અને વોર્ડ નં-7માં કંસારા બજાર મેઇન રોડ પર આવેલ સતગુરૂૂ કોમ્પ્લેક્ષ ફર્સ્ટ ફ્લોર-05 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રૂૂ. 1.16 લાખની રિકવરી થઇ હતી જયારે બંગડી બજારમાં રીદ્ધિ સિદ્ધિ ચેમબર્સ શોપ નં-2, શોપ નં-3, શોપ નં-4, શોપ નં-5, ગુણવતવાડી હાઉસ ફર્સ્ટ ફ્લોર-108 અને ભાભા બજારમાં આવેલ 2-યુનિટને સીલ કરેલ છે.
વોર્ડ નં-13માં મહાદેવવાડીમાં 1-યુનિટમાં રીકવરી રૂૂ.1.02 લાખ, મવડી ફાયર સ્ટેશન કોમ્પ્લેક્ષ થર્ડ ફ્લોર-301 અને 312 ને સીલ કરેલ, વોર્ડ નં-14માં ઢેબર રોડ પર 1-યુનિટની રૂૂ.74,220/-, વોર્ડ નં-15માં રામનગર ઓદ્યોગિક વિસ્તારમાં 1-યુનિટમાં રૂૂ.1.10 લાખ, વોર્ડ નં-18માં ગોંડલ રોડ પર 1-યુનિટમાં રૂૂ.58,500/-, કોઠારીયા રોડ પર 1-યુનિટમાં રૂૂ.1.02 લાખ રિકવરી કરેલ અને કોઠારીયા રોડ પર આવેલ 1યુનિટને સીલ કરેલ છે.

