આંતરરાષ્ટ્રીય
બોર્ડર ગાવસ્કર ટ્રોફીના પરિણામ કોચ ગંભીરનું ભાવિ નક્કી કરશે
ન્યૂઝીલેન્ડ સામે કારમી હાર બાદ બીસીસીઆઈની ચેતવણી
ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની હાર બાદ હવે સિનિયર ખેલાડીઓની સાથે સાથે ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પર પણ તલવાર લટકી રહી છે. આ અંગે બીસીસીઆઈએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીના પ્રથમ મુખ્ય કોચ સહિત વરિષ્ઠ ખેલાડીઓને અલ્ટીમેટમ જાહેર કર્યું છે. બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા જ બીસીસીઆઈએ ગંભીરને ચેતવણી આપી દીધી છે.
શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ સામેની હાર બાદ તેના કોચિંગની સમીક્ષા કરવામાં આવશે. એટલું જ નહીં બોર્ડર ગાવસ્કર ટ્રોફી પહેલા ગંભીર પર ઘણું દબાણ છે. જો બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ટીમ ઈન્ડિયાને કારમી હારનો સામનો કરવો પડે છે તો બીસીસીઆઈ તેમના ભવિષ્ય અંગે નિર્ણય લઈ શકે છે.
ટીમ ઈન્ડિયાને 27 વર્ષ બાદ શ્રીલંકા સામેની વનડે સીરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. શ્રીલંકાએ ત્રણ મેચની વનડે શ્રેણીમાં ભારતને 2-0થી હરાવ્યું હતું, જ્યારે પ્રથમ મેચ ટાઈ રહી હતી. જ્યાં ન્યુઝીલેન્ડ સામે ટીમ ઈન્ડિયાની હાલત ખરાબ હતી ત્યાં ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીમાં 3-0થી હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ ટીમ ઈન્ડિયાના ટેસ્ટ ઈતિહાસમાં ત્રણ મેચની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરનાર પ્રથમ ટીમ બની ગઈ છે.
રાહુલ દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા બાદ ગંભીરને આ વર્ષે કોચ બનાવવામાં આવ્યો હતો.
રાહુલ દ્રવિડનો કાર્યકાળ ટી20 વર્લ્ડ કપ 2024 સુધીનો હતો. ત્યાર બાદ જ ગૌતમ ગંભીરને ટીમ ઈન્ડિયાનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. ગંભીરની કોચિંગ કારકિર્દીની શરૂૂઆત શ્રીલંકા સામેની ટી20 શ્રેણીથી થઈ હતી, જેને ટીમ ઈન્ડિયાએ 3-0થી ક્લીન સ્વિપ કરી હતી.
જો કે ત્યાર બાદ તેઓ બાંગ્લાદેશ સામે માત્ર ટી-20 અને ટેસ્ટ શ્રેણી જીતવામાં સફળ રહ્યા છે. જ્યારે ન્યુઝીલેન્ડના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ગંભીરનો કોચિંગ કાર્યકાળ હમણાં જ શરૂૂ થયો છે અને તેના પર દબાણ શરૂૂ થઈ ગયું છે.