ક્રાઇમ
રાજકોટની સગીરા પર વળગાડ કાઢવાના બહાને ભુવાજીનું દુષ્કર્મ
રાજકોટમા રહેતા એક પરિવારની 14 વર્ષીય સગીરા પર અમરેલી તાલુકાના વરસડા ગામે રહેતા એક ભુવાજીએ વળગાડ કાઢવાની વિધીના બહાને દુષ્કર્મ ગુજારતા આ બારામા બે શખ્સો સામે અમરેલી તાલુકા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવાઇ છે.
સગીરા પર દુષ્કર્મની આ ઘટના અમરેલી તાલુકાના વરસડામા દીપાવલીની રાત્રીએ બની હતી. રાજકોટમા રહેતી 14 વર્ષીય સગીરાએ અમરેલી તાલુકા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેને વળગાડ કાઢવાની વિધી કરવાના બહાને ભુવાજી નિતીન કાળુભાઇ વાઘેલાએ દીપાવલીની રાત્રીએ જાતીય સતામણી કરી દુષ્કર્મ ગુજાર્યુ હતુ.
આ ઉપરાંત મનોજ જીવાભાઇ પરમાર નામના શખ્સે પણ શરીર સંબંધ બાંધવાની માંગણી કરી એકબીજાને મદદગારી કરી હતી.