રાજકોટમાં રહેતા જયમીન નામના ભોગ બનનારને સાઈડ ઈન્કમ કરાવવાના બહાને અલગ-અલગ ટેલીગ્રામ ગુ્રપમાં એડ કરી જુદા-જુદા ટાસ્ક આપવાના બહાને બેન્કમાં રૃા.પ0.89 લાખ જમા કરાવડાવી ફ્રોડ કરવાના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે વધુ બે આરોપીઓને ઝડપી લીધા છે. તે સાથે જ આ કેસમાં ધરપકડનો આંક 8 સુધી પહોંચ્યો છે. હજૂ વધુ આરોપીઓની પણ સંડોવણી ખુલી છે. જેમને ઝડપી લેવા સાયબર ક્રાઈમ પોલીસ પ્રયાસો કરી રહી છે.
આ કેસમાં જે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં નવાઝ ઉર્ફે બાપુ ફારૃખ બુખારી (ઉ.વ.ર6, રહે. નવી કોર્ટની પાછળ, જામનગર રોડ, મૂળ ધોરાજી) અને હાર્દિક ઉર્ફે રવિ રાજેશ પરમાર (ઉ.વ.ર6, રહે. લાઈટ હાઉસ રૃમ નં.406, વીંગ નં.11)નો સમાવેશ થાય છે.આ ઓનલાઈન ફ્રોડ અંગે ગઈ તા.9-10-ર0ર4ના રોજ ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે પીઆઈ આર.જી. પઢિયારે તબક્કાવાર 6 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં જાવીદ કાદર બીડીવાલા (રહે. ધોરાજી), અરમાન રૃશ્તમ શેખ (રહે. રૈયા ગામ,રાજકોટ), સંજય વિઠ્ઠલ ઝાપડીયા (રહે. રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં.14, રાજકોટ), ધવલ દિનેશભાઈ મુછડીયા (ઉ.વ.રર, રહે. જૂનાગઢ), અરવિંદ લઘરા સોલંકી (રહે. શિવ પાર્ક, રાજકોટ) અને સાહિલ ફિરોજભાઈ કોચલીયા (રહે. હનુમાન મઢી, રાજકોટ)નો સમાવેશ થાય છે.તે સાથે જ સાયબર ક્રાઈમ પોલીસે વધુ એક વખત લોકોને કોઈ અજાણી વ્યક્તિની વાતમાં આવી કોઈપણ પ્રકારનું રોકાણ નહીં કરી લોભ-લાલચમાં નહીં ફસાવવા અનુરોધ કર્યો છે.

