ગુજરાત

ગુજરાત વિધાનસભાનું તા.21 ઓગસ્ટથી મળશે ચોમાસુ સત્ર

Published

on

ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર આગામી 21 ઓગસ્ટથી ત્રણ દિવસ મળશે. 15મી વિધાનસભાનું પાંચમું સત્ર 21 ઓગસ્ટે બપોરે 12 કલાકે મળશે. એક અખબારી યાદીમાં આ માહિતી આપવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા વિધાનસભાના તમામ સભ્યોને આ તારીખે સભાગૃહમાં હાજર રહેવાની માંગ કરવામાં આવી છે. વિધાનસભાના ચોમાસુ સત્ર દરમિયાન રાજ્ય સરકાર મહત્વના બિલ પણ લાવી શકે છે. પરંતુ રાજ્ય સરકાર આ સત્રમાં કયાં બિલ લાવશે તેની હજુ માહિતી સામે આવી નથી.


ગુજરાત વિધાનસભાનું સત્ર સમયસર બોલવાવાની કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ માગ કરી હતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને આ મુદ્દે પત્ર પણ લખ્યો હતો.


રાજ્યમાં કાળો જાદુ, તાંત્રિક અનુષ્ઠાનો પર રાજ્યની સરકાર કાયદાકીય નકેલ કસી શકે છે. રાજ્ય સરકાર આવી ઘટનાઓને રોકવા માટે કાયદો લાવી શકે છે. ગુજરાત સરકારે આ મોટું પગલું ગેરકાયદેસર તાંત્રિક ગતિવિધિઓ, કાળા જાદૂ અને અઘોરી અનુષ્ઠાનો પર અંકુશ લગાવવા માટે એક કાયદો લાવવાનો નિર્ણય કર્યો છેે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version