મેયર અઠવાડિયામાં ત્રણ દિવસ જનતા જનાર્દનને મળશે

રાજકોટ મહાનગરપાલિકામાં નવી બોડી ચૂંટાયા બાદ હવે મેયર જનતા જનાર્દનને મળવા માટે સમયપત્રક નકકી કર્યું છે અને રજુઆતો તથા મુલાકાત માટેરનો સમય નિયત કર્યો છે.…

રાજકોટ મહાનગરપાલિકામાં નવી બોડી ચૂંટાયા બાદ હવે મેયર જનતા જનાર્દનને મળવા માટે સમયપત્રક નકકી કર્યું છે અને રજુઆતો તથા મુલાકાત માટેરનો સમય નિયત કર્યો છે.

નવા મેયર ડો.નેહલ શુકલે હવેથી અઠવાડીયામાં ત્રણ દિવસ બુધવાર, ગુરૂવાર અને શુક્રવારે બપોરે 12 થી 1-30 અને સાંજે 4-40 વાગ્યાથી 6-10 વાગ્યા સુધી જનતા જનાર્દનને મળશે. આ અંગેનું વિધિવત બોર્ડ પણ મેયરની ઓફિસ ઉપર લગાવી દેવામાં આવ્યું છે. કોર્પોરેશનના સુત્રોએ જણાવ્યું હતું કે, લોકો અઠવાડીયામાં ત્રણ દિવસ મુલાકાતના સમય દરમિયાન પોતાની રજુઆતો-પ્રશ્નો રજુ કરી શકશે.