Site icon Gujarat Mirror

મોરબીમાં નોન ટીપી વિસ્તારોમાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનમાં મોટો ઘટાડો

તાજેતરમાંગુજરાત સરકારે મોરબી શહેરી વિકાસ સત્તામંડળના નોન-ટીપી વિસ્તારોમાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનના ધોરણમાં મોટી રાહત જાહેર કરી હતી. જો કે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે આ રાહત રદ કરતો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં જુના આદેશને પગલે કરાયેલ કોઈ પણ કાર્યવાહી પણ રદ કરવા સૂચના અપાઈ છે.

શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગે 1 જાન્યુઆરી, 2026ના રોજ જારી કરેલા પરિપત્રમાં જાહેર કર્યું હતું કે નવસારી, મોરબી, આણંદ-વલ્લભ વિદ્યાનગર-કરમસદ, સુરેન્દ્રનગર-વઢવાણ, મહેસાણા, પોરબંદર, વાપી અને નડીયાદ જેવા શહેરી વિકાસ સત્તામંડળોના વિસ્તારો (ડી2એ કેટેગરી)માં નોન ટી.પી.એરીયામાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનના ધોરણ 40 % રાખવામાં આવ્યા હતા. જેમાં તા. 31/03/2027 સુધી રાહત આપવામાં આવી છે. તા.30/04/2026 સુધીમાં જો વિકાસ પરવાનગી માટે અરજી કરવામાં આવે અને સત્તામંડળમાં ફી જમા કરાવી દેવામાં આવે તો તેવા પ્રકરણોમાં તા.ર3/06/2025 પહેલાની જે તે સત્તામંડળની કેટેગરી મુજબ નોન ટી.પી.એરીયામાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનના ઘોરણ ધ્યાને લેવાનુ રહેશે.

તા.01/0પ/2026 થી તા.31/10/2026 સુધીમાં જો વિકાસ પરવાનગી માટે અરજી કરવામાં આવે અને ફી જમા કરાવી દેવામાં આવે તો તેવા પ્રકરણોમાં નોન-ટી.પી.એરીયામાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનના ધોરણ 40 % ને બદલે ર0 % ધ્યાને લેવાનુ રહેશે. જયારે તા.23/06/2025 પહેલા આયોજન હેઠળની જમીન બિનખેતી થયેલ હોય તેમજ લે-આઉટ પણ મંજુર થયેલ હોય તેવા કિસ્સામાં લેન્ડ ક્ધટ્રીબ્યુશન ર0 % લેવાનું થાય છે તેને બદલે 10 % ધ્યાને લેવાનુ રહેશે.

તા.09/11/2026 થી તા.31/03/20ર7 સુધીમાં જો વિકાસ પરવાનગી માટે અરજી કરવામાં આવે અને ફી જમા કરાવી દેવામાં આવે તો તેવા પ્રકરણોમાં નોન-ટી.પી.એરીયામાં લેન્ડ ક્ધટ્રીબ્યુશનના ધોરણ 40 % ને બદલે 30 % ધ્યાને લેવાનુ રહેશે. જયારે તા.23/06/2025 પહેલા આયોજન હેઠળની જમીન બિનખેતી થયેલ હોય તેમજ લે-આઉટ પણ મંજુર થયેલ હોય તેવા કિસ્સામાં લેન્ડ ક્ધટ્રીબ્યુશન ર0 % લેવાનું થાય છે તેને બદલે 15 % ધ્યાને લેવાનુ રહેશે. તા.09/04/2027 થી તમામ વિસ્તારોમાં સી.જી.ડી.સી.આર.ની ડી2 કેટેગરી મુજબની રેગ્યુલેશન નં. 6.17.4 ની તમામ જોગવાઈઓ લાગુ પાડવાની રહેશે.

આ રાહત આપતો પરિપત્ર થયાના થોડા જ દિવસોમાં સરકારે બીજો પરિપત્ર જાહેર કરી રાહત પરત ખેંચી લીધી છે. ઉપરાંત જુના પરિપત્રના આધારે જે કાર્યવાહી કરવામાં આવી હશે તેને પણ રદ કરવાની સૂચના જારી કરી છે

Exit mobile version