ગુજરાત

વીરપુર (જલારામ) નજીકના થોરાળા ગામનો રસ્તો ધોવાતા ગામના લોકોના જીવ મુકાયા જોખમમાં

Published

on

સૌરાષ્ટ્રમાં છેલ્લા ચારેક દિવસથી અવિરત વરસાદ વરસી રહ્યો છે જેમને લઈને યાત્રાધામ વિરપુર પાસેનો થોરાળા ડેમ ઓવરફ્લો થયો છે, ઉપરવાસમાં ભારે વરસાદને કારણે થોરાળા ડેમમાં મોટી માત્રામાં પાણી આવતા ડેમ ઓવરફ્લો થવાથી થોરાળા ગામથી તાલુકા મથકને જોડતા રસ્તા પર પાણી ફરી વળ્યાં છે તેમજ કોઝવેના પાણીમાં રસ્તો ગરકાવ થવાથી લોકો પોતાના જીવના જોખમે રસ્તો પસાર કરવા મજબૂર બન્યા છે, થોરાળા ગામના સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે દર વર્ષે ચોમાસામાં જયારે જયારે ડેમ ઓવરફ્લો થાય ત્યારે થોરાળા ગામના રસ્તાની હાલત આ રીતે થાય છે, લોકોને દૂધ, શાકભાજી અથવા જીવન જરૂરી વસ્તુઓ મેળવવા માટે કે મેડિકલ જેવી ઇમરજન્સી સારવાર માટે વીરપુર કે જેતપુર જવા માટે લોકોને પોતાના જીવના જોખમે પાણીમાંથી પસાર થવું પડે છે,આ રસ્તા પર પસાર થવું પડે છે કાતો 25 કિમિ જેટલું ફરીને ગોંડલ તાલુકાના ચરખડી ગામના રસ્તે ફરીને ફરીને જવું પડે છે તેમજકોઝવે પર પાણી ફરી વળતા વીરપુર, જેતપુર ભણતા વિદ્યાર્થીઓને પણ અપડાઉન કરવામાં મુશ્કેલીઓ પડે છે.


થોરાળા ગામના પૂર્વ સરપંચ એ.કે.પેટલ સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ગામ માંથી કોઈ વ્યક્તિ બીમાર પડે તો ઇમરજન્સી સારવાર માટે એમ્બ્યુલન્સને પણ ફરીને ફરીને ગામમાં આવું પડે જેમને લઈને સમયસર બીમાર વ્યક્તિને સારવાર ન મળે તો તે બીમાર વ્યક્તિને જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે, અમે તંત્રને અવારનવાર આ રસ્તા પર માઇનોર બ્રિઝ બનાવવા માટે રજૂઆતો કરી છે પરંતુ કોઈએ આજ દિન સુધી અમારી રજુઆત સાંભળી નથી અને દર વર્ષની જેમ આ વર્ષે પણ અમારા ગામના લોકોનો જીવના જોખમે પાણીમાં ગરકાવ થેયલા રસ્તા પર પસાર થવા મજબુર બનવું પડે છે, તંત્ર દ્વારા જો આ કોઝવે પર માઇનોર બ્રિઝ બનાવવામાં આવે તો દર વર્ષે ચોમાસામાં પડતી થોરાળા ગામના લોકોના જીવ જોખમાય અને આ મુશ્કેલી કાયમી માટે દૂર થાય એવી લોકો માંગ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version