Site icon Gujarat Mirror

લાલપુરની ગુજરી બજારમાં સણોસરાની મહિલાના સોનાના વેઢલાની ચીલઝડપ

પોલીસે નાકાબંધી કરી 90,000ના સોનાના વેઢલા સાથે ગજણાના એક ગઠિયાને ઝડપી લીધો

જામનગર જિલ્લાના લાલપુરમાં ભરાતી ગુજરી બજારમાં ગઈકાલે સાંજે લુંટની એક ઘટના બની હતી, અને એક મહિલાના કાનમાંથી રૂૂપિયા 90,000 ની ફિકંમત ના સોના ના વેઢલાની ચિલઝડપ થઈ હતી, લાલપુર પોલીસે નાકાબંધી કરી ગણતરીના કલાકોમાં ગજણા ગામના એક ગઠિયાને સોનાના વેઢલા સાથે ઝડપી લીધો છે.
લાલપુર તાલુકાના સણોસરી ગામમાં રહેતા મટુબેન મેરામણભાઇ ખવા નામના 52 વર્ષના પ્રૌઢ મહિલા કે જેઓ ગઈકાલે સાંજે પાંચેક વાગ્યાના અરસામાં લાલપુર માં ભરાતી ગુજરી બજારમાં ખરીદી અર્થે આવ્યા હતા.
જે દરમિયાન આશરે 20 થી 25 વર્ષનો એક અજાણ્યો શખ્સ કે જે મટુબેના કાનમાં પહેરેલું રૂૂપિયા નેવું હજારની કિંમતનું સોનાનું વેઢલું ખેંચી લઈ નાસી છુટ્યો હતો.

જે આરોપીને પકડવા માટે લાલપુર પોલીસે નાકાબંધી કરી હતી અને મૂળ લાલપુરના ગજણા ગામના વતની ઈમ્તિયાઝ હમીરભાઇ હમીયાણી નામના ગઠિયાને ઝડપી લીધો હતો, અને તેની પાસેથી રૂૂપિયા 90,000 ની કિંમત નું સોનાનું વેઢલું અને એક બાઈક વગેરે કબજે કરી લીધા છે.

પોતે આર્થિક ખેંચ અનુભવતો હોવાથી શોર્ટકટ થી નાણા મેળવવા માટે આ ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. પરંતુ પોલીસના સકંજામાં આવી ગયો હતો.

Exit mobile version