Site icon Gujarat Mirror

પગપાળા જતા વૃધ્ધને રિક્ષાએ ઠોકર મારતા ઘાયલ થતાં મોત

ત્રણ દરવાજા નજીક બનેલો બનાવ

જામનગરમાં નાગેશ્વર કોલોની વિસ્તારમાં રહેતા નરેશભાઈ નાનજીભાઈ ઢાપા નામના 60 વર્ષના બુઝુર્ગ, કે જેઓ ગત 22 મી ફેબ્રુઆરીના બપોરે એકાદ વાગ્યાના અરસામાં ત્રણ દરવાજા વિસ્તારમાંથી પગપાળા ચાલીને જઈ રહ્યા હતા, જે દરમિયાન જી.જે. 10 વાય 4533 નંબરના રીક્ષા છકડાના ચાલકે તેઓને હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થઈ હતી, અને તેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.જયાં સારવાર દરમિયાન ગઈકાલે સાંજે તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના પિતરાઈ ભાઈ નાગજીભાઈ સુખાભાઈ ડોણાસીયાએ પોલીસને જાણ કરતાં સીટી બી. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે રીક્ષા છકડાના ચાલક જીતેન્દ્ર અરજણભાઈ રાઠોડ સામે ગુનો નોંધ્યો છે.

Exit mobile version