Site icon Gujarat Mirror

મહિલાના ગળામાંથી ચેઇનની ચીલઝડપ કરનાર ટોળકી દારૂ-જુગારની કૂટેવથી ખોટા રવાડે ચડી ગઇ

શહેરમાં ચીલઝડપ કરનાર સમડીઓ પકડાયે રાખે અને છતા ચીલઝડપો થતી રહે.આવી વધૂ એક ચીલઝડપ સમડી બાઈક સ્વાર બેલડીને બી ડીવીઝન પોલીસે પકડી પાડી છે. દારૂૂ-જુગારની કુટેવ પોશવા બંને મહિલાઓના ગળા અડવા કરતા હતા. સમડી પાસેથી સોનુ સાચવનાર સોનીને પણ પોલીસ સાણસામાં લીધા છે. ચારેયની ધરપકડ કરી બાઇક અને 24.85 ગ્રામ સોનાનો ઢાળીયો કબજે કરાયો છે.સામાકાંઠા વિસ્તારમાં ગત તા.17ના રોજ વિજયાબેન ચંદુભાઈ દેસાઈ પૂત્રવધુ સાથે વોકીં ગમાં નીકળ્યા હતા ત્યારે બાઇક પર આવેલા બે શખસે આશરે 5 ગ્રામનો ચેઇન વિજયાબેનના ગળામાં ઝોંટ મારીને આંચકીને નાશી છૂટયા હતા.

ચીલઝડપ સંદર્ભે બી-ડીવીઝન પોલીસે સમડીની શોક આદરી હતી. દરમિયાનમાં હેડ કોન્સ્ટેબલ ક્રિપાલસિંહ જાડેજા તથા વિશ્વજીતસિંહ ઝાલા અને નરેશ ચાવડાને સમડી અંગે બાતમી મળી હતી. ઈન્ચાર્જ પી.આઈ. એન.વી. હરીયાણી તથા ટીમ સાથે મળી ચુનારાવાડમાં રહેતા કુખ્યાત વિશાલ કિશન સૌલંકી (ઉ.વ.30) તથા ઉકા ઉર્ફે સંજય ભૂપત પરમાર (ઉ.વ.39)ને દબોચી લીધા હતા.બંને શખસોએ ચીલઝડપ કર્યાની કબૂલાત આપી હતી.

સોનાનો ચેઈન પાડોશમાં રહેતી લાભુ મુન્ના સોલંકી (ઉ.વ.40) નામની મહિલાને સાચવવા આપ્યો હોવાની કેફિયત આપતા લાભુને પણ પકડી લેવાઈ હતી.લાભુએ ચેઇન વાણીયાવાડી શેરી નં.3માં રહેતા સોની ચેતન અરવિંદભાઈ જીંજુવાડીયાને વેચ્યાની કબૂલાત આપતા સોની ચેતનને પણ પકડી લેવાયો હતો.ચેતન પાસેથી 24.85 ગ્રામ સોનાનો ઢાળીયો કબજે લેવાયો હતો તથા ચીલઝડપમાં વપરાયેલુ જી.જે.03 એમસી 4185 નંબરનું બાઇક પણ પોલીસે કબજે લીધુ હતું.કિશન સામે છ ગુના તથા ઉકા ઉર્ફે સંજય સામે હત્યાનો એક ગુનો નોંધાઈ ચુકયો છે.

Exit mobile version