Site icon Gujarat Mirror

સિક્રેટ માહિતી લીક કરી દેનાર રાજુ એન્જિનિયરિંગના વાઈસ પ્રેસિડેન્ટ સામે ફરિયાદ

શહેરના અમીનમાર્ગ વિસ્તારમાં રહેતા અને વેરાવળમાં કંપની ધરાવતા વૃધ્ધે પોતાની કંપનીમાં કામ કરતા વલસાડના શખસે નોકરી છોડતી વેળાએ કંપનની ખાનગી માહિતી પોતાના ઈ-મેઈલમાં ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમીનમાર્ગ પર આવેલ પંચવટી સોસાયટી શેરી નં-સી-10માં રહેતા અને વેરાવળમાં રાજુ એન્જીનીયર્સ નામે પ્લાસ્ટીક પ્રોસેસીંગ મશીનરી બનાવવાનું કારખાનું ધરાવતા રાજેશભાઈ નાનાલાલ દોશીએ શાપર પોલીસમાં વલસાડના સુભાષચંદ્ર સીનોય સામે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે બે વર્ષ પૂર્વે કારખાનામાં વાઈસ પ્રેસીડેન્ટ તરીકે નોકરી કરવા સુભાષચંદ્રએ ઓનલાઈન અરજી કરેલ જેથી ઈન્ટવ્યુ માટે કંપનીમાં બોલાવેલ બાઈ સીલેકટ થતા વાર્ષીક 65 લાખ રૂૂપિયાના સેલેરી પેકેજથી વાઈસ પ્રેસીડેન્ટ તરીકે રાખેલ અને કંપની તરફથી લેપટોપ ફાળવેલ અને તેના નામ વાળું કંપનીએ ઈ-આઈડી બનાવી આપેલ હતું.જેમાં શખસ નાણાકીય વ્યવહાર સીવાય કંપનીનું કામ સંભાળતો હતો.આ ઘટનામાં આરોપીએ 20 લાખ થી વધુ રકમની બોગસ સેલેરી સ્લીપ પણ બનાવી નાખી હોવાનું તપાસ દરમિયાન જાણવા મળી રહ્યું છે.

શખસે બે વર્ષ સુધી કામ કરેલ જેથી કંપની તેના કામથી સંતોષકારક ન હોવાથી તેને છુટ્ટો કરવાનું કહેતા તેણે બીજી નોકરી ન મળે ત્યાં સુધી કંપનીમાં રહેવા રીકવેસ્ટ કરી હતી.બાદ શખસને બીજી નોકરી મળી જતા ગત.તા.6/4ના છુટો કરવામાં આવ્યો હતો.બાદ કંપનીના ઈડીપી ડીપાર્ટમેન્ટના માણસોએ શખસને ફાળવેલ લેપટોપ તપાસતા તેણે પોતાના ઈ-મેઈલ પર કંપનની અત્યંગની માહિતી ટ્રાન્સફર કરી વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી શખસની શોધખોળ હાથ ધરી છે.

Exit mobile version