ગુજરાત
રાજકોટ જિલ્લાની સંકલિત મતદાર યાદીનો મુસદ્દો કાલે જાહેર કરાશે
તા. 28 નવેમ્બર સુધી કરી શકાશે હક્ક-દાવા વાંધા અરજી
સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક આવી રહી છે સરકાર અને ચૂંટણી આયોગ પણ તૈયારી કરી રહ્યું છે. ત્યારે ચૂંટણી પંચ દ્વારા ફોટાવાળી મતદારયાદીનો ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
રાજકોટના અધિક જિલ્લા ચૂંટણી અધિકારીની યાદીમાં જણાવાયા પ્રમાણે, સંકલિત મતદાર યાદીના મુસદ્દાની પ્રસિદ્ધિ તા.29મી ઓક્ટોબરે થશે. એ પછી હક્ક-દાવા વાંધા અરજીઓ તા. 29 ઓક્ટો.થી 28મી નવેમ્બર દરમિયાન રજૂ કરી શકાશે. એ પછી ખાસ ઝુંબેશ તા. 17 નવેમ્બર ને રવિવાર, 23 નવેમ્બર ને શનિવાર તથા 24 નવેમ્બર ને રવિવારે યોજાશે. ત્યારબાદ 24મી ડિસેમ્બર ને મંગળવાર સુધીમાં હક્ક-દાવા વાંધા અરજીઓનો નિકાલ કરાશે. રાજકોટ અધિક જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આજે મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી છે. 1 જાન્યુઆરી 2025 સુધીમાં મતદાર યાદીના હેલ્થ પેરામીટરની ચકાસણી અને આખરી પ્રસિદ્ધિ માટે ચૂંટણી પંચની પરવાનગી મેળવાશે. તા. 6 જાન્યુઆરી 2025 ને સોમવારે મતદાર યાદીની આખરી પ્રસિદ્ધિ થશે.