મકાનમાલિક સોમનાથ ગયા હતાં, મૃત્યુનું કારણ જાણવા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું
ગાંધીગ્રામ નાણાવટી ચોક રામેશ્વર પાર્ક બાપા સિતારામ ચોક શેરી નં. રમાં ભાડેથી રહેતાં પ્રવિણચંદ્ર વલ્લભદાસ ઘાટલીયા (ઉ.વ.77) નામના વૃધ્ધની ઘરમાંથી ફુલાયેલી, દુર્ગંધ ફેલાવતી લાશ મળી આવતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ પ્રવિણચંદ્ર ઘાટલીયા હાલ રામેશ્વર પાર્કમાં ભાડેથી નીચેના માળે રહેતાં હતાં. તેમના દિકરા નીપુલભાઈ કાલાવડ રોડ પર ત્રીજા માળે રહે છે. તેમાં લિફટ ન હોઇ પિતા પ્રવિણચંદ્ર ચડ-ઉતર કરી શકે તેમ ન હોઇ જેથી અહિં ભાડે રૂૂમ રખાયો હતો. પરિવારજનો દરરોજ સારસંભાળ રાખતાં હતાં. દરમિયાન શનિ-રવિ પ્રવિણચંદ્રના ઘરધણી બહારગામ સોમનાથ ગયા હોઇ વૃધ્ધ ઘરે એકલા હતાં. શનિવારે કે રવિવારે પ્રવિણચંદ્રનું હાર્ટએટેક આવી જતાં કે બેભાન થઇ જતાં મૃત્યુ થયા બાદ બે દિવસ લાશ પડી રહી હોઇ ફુલાઇ ગઇ હતી અને દુર્ગંધ આવવા માંડી હતી.
રાતે અકાદ વાગ્યે ઘરધણી રાજકોટ ઘરે આવ્યા ત્યારે ભાડુઆત પ્રવિણચંદ્રનો રૂૂમ બંધ હોઇ તપાસ કરતાં તેઓ બેભાન મળ્યા હતાં. 108ને જાણ કરતાં તેના તબિબ સૌરવભાઇએ તેમને મૃત જાહેર કરતાં યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ આઇ. એ. બેલીમ સહિતે પહોંચી કાર્યવાહી કરી હતી. મૃતદેહ ફુલાઈ ગયો હોઈ ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવાયું હતું. મૃતકને સંતાનમાં એક દિકરો અને બે દિકરી છે. મૃતકને વાઇની અને ડાયાબીટીશની બિમારી પણ હતી.
