‘ભ્રષ્ટાચારના ભોરીંગ’માં ખુદ કોર્પોરેશનનું ટેન્કર ખૂંચ્યુ!

રાજકોટમાં બનતા ડામર રોડ અને કોઇપણ કામ માટે ખોદવામાં આવતા ખાડા બુરવા કેવા લોટ, પાણી અને લાકડા થાય છે તેનો પરચો ખુદ મહાનગરપાલિકા તંત્રને થયો…

રાજકોટમાં બનતા ડામર રોડ અને કોઇપણ કામ માટે ખોદવામાં આવતા ખાડા બુરવા કેવા લોટ, પાણી અને લાકડા થાય છે તેનો પરચો ખુદ મહાનગરપાલિકા તંત્રને થયો હતો. અમિન માર્ગના કોર્નર (જનકલ્યાણ ફાટક ઢાળ પાસે)થી પસાર થતું કોર્પોરેશનના ડ્રેનેજ શાખાના ટેન્કરના ટાયર રોડમાં થયેલાં ‘ભ્રષ્ટાચારના ભોરીંગ’માં ખુંચી ગયુ હતું. બરોબર વળાંક પર જ ખાડામાં બંધ પડેલા ટેન્કરના કારણે ટ્રાફિકજામથી વાહનચાલકો હેરાન થયા હતા.