Site icon Gujarat Mirror

પુનિતનગરના આધેડને હૃદય રોગનો હુમલો ભરખી ગયો

 

શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ વધુ એક વ્યક્તિનું હૃદય બેસી ગયું છે. જેમાં પુનિતનગરમાં રહેતાં આધેડનું હૃદય રોગના હુમલાથી મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, બજરંગવાડી વિસ્તારમાં આવેલ પુનિતનગરમાં રહેતાં અને નિવૃત્ત જીવન જીવતાં વિજયભાઈ વસંતભાઈ તરણીકર નામના 50 વર્ષના આધેડ પોતાના ઘરે હતાં ત્યારે રાત્રીનાં સમયે હૃદય રોગનો હુમલો આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી.

આ ઉપરાંત બીજા બનાવમાં રૈયારોડ છોટુનગર મફતીયાપરામાં રહેતાં મુળ રાધનપુરના તુલસીભાઈ ધારાભાઈ ચાંગા (ઉ.50) બે દિવસપહેલા પોતાના ઘરે હતાં ત્યારે અકસ્માતે ગબડી પડયા હતાં. આધેડને ઈજા પહોંચતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Exit mobile version