લીમડીના ઘોઘાવદર ગામે રહેતા 13 ખેડુત ખાતેદારોએ વષર 2017-18માં ઓછો વરસાદ પડતા પાક નુકસાનીનું વળતર મેળવવા એસ.બી.આઇ. જનરલ ઇન્સ્યુરન્સ કંપની સામે કલેઇમ કર્યો હતો. જે ક્ધઝયુમર કમીશન સમક્ષ ચાલી જતા સરકારી ધારાધોરણ મુજબ નુકસાની સાબીત ન થતા ગ્રાહક તકરાર કમીશને તમામ ખાતેદારોનો દાવો ફગાવી દઇ ઇન્સ્યુરન્સ કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
સુરેન્દ્રનગરના હરીયાદી પોપટભાઈ કાનજીભાઈ, પારૂૂભાઈ કાનજીભાઈ, કેશુભાઈ કાનજીભાઈ, રસીકભાઈ કાનજીભાઈ, દેવુબેન શૈલાભાઈ, કરણસિંહ ઝાલા, માયાબા ઝાલા, ધીરજબા જસવંતસિંહ, મહેન્દ્રસિંહ ખેતભા, નારુભા વજુભા ઝાલા, આનંદબા મહેન્દ્રસિંહ ઝાલા, આનંદબા ખુમાનસિંહ ઝાલા, ખાતેદાર ખેડુત (રહે. ધોધાસર, તા.લીમડી, જી.સુરેન્દ્રનગર)ના 13 ખેડુતોએ પોતાની જમીનમાં ખરીહ પાકના વાવેતર માટે પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના નીચે દેના બેન્ક, મુ.વોવાસર, તા.લીમડી પાસેથી વિરાલ મેળવી અને પાકના વાવેતર માટે ઉપરોકત સ્કીમ મુજબ એસ.બી.આઈ.જનરલ ઈન્સ્યુરન્સ કંપની મારફત ઈરીગેટેડ કોટન પાકનો વિમો લીધેલ. પરંતુ 2017-18 ની સીઝનમાં જીલ્લામા પુરતો વરસાદ ન પડતા પોતાનો પાક નિષ્ફળ ગયેલ, અને પાક વિમાની નુકશાની માટે, તલાટીના દાખલાઓ, તથા 7/12 અને 8-અ અને હકક પત્રક રજુ કરી નુકશાનીની લાખો રૂૂપિયાની રકમ તેમજ વ્યાજ અને ખર્ચ સહીતની માંગણીઓ કરેલી.
એસ.બી.આઈ.જનરલ ઈન્સ્યુરન્સ કંપની વતી આ કામમા વિમા કંપનીના એડવોકેટ પી.આર.દેસાઈએ દલીલ કરી રજુઆત કરેલ કે, આ કામમા સરકારની એગ્રીકલ્ચર કમીટી તરફથી એકચ્યુલ ઈલ્ડ તથા થ્રેસહોલ્ડ ઈલ્ડ (એ.વાય. અને ટી.વાય.) ના આંક્ડાઓ જાહેર કરવામાં આવેલ છે, અને સદરહુ આંકડાઓ મુજબ એ.વાય., ટી.વાય. કરતા વધારે હોય, આ કામમા પાક વિમાનું વળતર ચુકવવાની જવાબદારી વિમા કંપનીની ઉપસ્થિત થતી નથી, અને ખરી હકીકતે આંકડાઓની ગણતરી ફોરમ્યુલા મુજબ ગણતા તે માઈનસમા આવે છે.
એસ.બી.આઈ, ઈન્સ્યુરન્સ કંપની વતી કંપનીના ઓફીસરોએ એહીડેવીટ આ કામમા રજૂ કરેલી, અને થ્રેસહોલ્ડ ઈલ્ડ-એકચયુલ ઈલ્ડ ડ્ઢ સમ ઈન્સ્યોર્ડ ભાગ્યા થ્રેસહોલ્ડ ઈલ્ડ મુજબ ગણતરી કરતા સદરહ ગણતરી ફોર્મયુલા મુજબ માઈનસમા આવે છે, આથી પાક વળતર ચૂકવવાની જવાબદારી ઉપસ્થિત થતી નથી. ઉપરોકત ચુકાદો નામ. સ્ટેટ કમીશન, અમદાવાદ સમક્ષ મજકુર ખેડુતોએ ચેલેન્જ કરેલ હતો, અને રજૂઆત કરેલ હતી કે, ખેડુતોએ પ્રીમીયમ ભરેલ હોવા છતા, વિમા કંપનીએ પ્રીમીયમ મળેલ ન હોવાની ખોટી રજૂઆત કરેલ છે, અને એસ.બી.આઈ.જનરલ ઈન્સ્યુરન્સ કંપનીના ઓફીસરોએ ખોટી એફીડેવીટ કોર્ટ સમક્ષ ફાઈલ કરેલ છે. આથી નામ.સ્ટેટ કમીશને સમગ્ર અપીલ સાંભળી ઉપરોકત તમામ ફરીયાદો ફરીથી સાંભળવા માટે તા.5.7.2023 ના રોજ હકમ કરેલ હતો.
આથી ઉપરોકત તમામ ફરીયાદો નામ.ગ્રાહક તકરાર નિવારણ આયોગ, સુરેન્દ્રનગરના પ્રમુખ કે.એ.પી.કંસારા મેડમ અને મેમ્બર કુ.એ.સી.પંડયાની બેન્ચ સમક્ષ ફરીથી પક્ષકારોને સાંભળી વિગતવાર દલીલો તથા રજૂઆતો ધ્યાનમા લઈ આ કામમા ચુકાદો આપતા ગ્રાહક તકરાર કમીશન, સુરેન્દ્રનગરના પ્રમુખ કુ.એ.પી.કંસારા, મેમ્બર કુ.એ.સી.પંડયા ની બેન્ચે એસ.બી.આઈ.જનરલ ઈન્સ્યુરન્સ કંપનીની તરફેણમાં આપેલ વિસ્તૃત ચુકાદામા ઠરાવેલ છે કે, ફરીયાદીની રજૂઆત કે 100 % નુકશાન થયેલ છે, માટે વળતર આપવુ જોઈએ, તે રજુઆત સ્વીકારી શકાય નહી, કારણ કે સરકારી આંકડા મુજબ 100 % નુકશાની સાબીત થતી નથી, આ રીતે કુલ 13 હરીયાદીની ફરીયાદ રદ કરતો હુકમ કરેલ છે. આ કામમા એસ.બી.આઈ.જનરલ ઈન્સયુરન્સ કંપનીના સીનીયર એડવોકેટ પી.આર.દેસાઈ અને કિરીટભાઈ વોરા, એડવોકેટસ રોકાયેલ હતા.
