ગુજરાત

રાજ્યમાં માવઠાની મોકાણ વચ્ચે ધુમ્મસ, ઠંડીનું પ્રમાણ પણ ઘટયું

Published

on

ગુજરાતમાં તાજેતરમાં આવેલ કમોસમી વરસાદ બાદ હવે ઠંડીમાં વધારો થયો છે. મહત્વનું છે કે, માવઠા બાદ ગુજરાત ઠંડુંગાર બન્યું છે. આંકડાઓ મુજબ ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 20 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. આગામી 5 દિવસમાં અમદાવાદમાં ઠંડીમાં વધારો થશે તેમજ દિવસ દરમિયાન વાદળછાંયુ વાતાવરણ રહેશે. આજે સવારે પણ સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું અને હાઇવે ઉપર ધુમ્મસના કારણે વાહન વ્યવહારમાં મુશ્કેલી જોવા મળી હતી. રાજયના મોટા ભાગના શહેરોમાં તાપમાન 20 ડીગ્રી આસપાસ રહ્યું હતું.
રાજ્યના તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. ફરી એકવાર ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. આગામી 5 દિવસમાં અમદાવાદમાં ઠંડીમાં વધારો થશે તેમજ દિવસ દરમિયાન વાદળછાંયુ વાતાવરણ રહેશે. નલિયામાં 16.4, રાજકોટમાં 18.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસામાં 18.9, ભુજમાં 19.2 ડિગ્રી અને અમરેલીમાં 20.4, ગાંધીનગરમાં 20.6 ડિગ્રી તાપમાન જ્યારે વડોદરામાં 20.8, અમદાવાદામાં 21.4 ડિગ્રી જ્યારે ભાવનગરમાં 23.4, સુરતમાં 23.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગ દ્વારા ફરી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યમાં છૂટાછવાયા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સાયક્લોનિક સર્કયુલેશન સક્રિય થતા વરસાદની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે દાહોદ, પંચમહાલ, ખેડા મહીસાગર, દક્ષિણ ગુજરાતનાં વડોદરા, ભરૂચ, નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાએ જણાવ્યું કે, અમદાવાદમાં 9 ડિસેમ્બર બાદ ઠંડી વધશે અને તાપમાન 16 ડિગ્રીથી નીચે જઈ શકે છે. ગત રાત્રિએ નલિયામાં 16.4 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version