રાતૈયા ગામે ખૂંટિયાનો આતંક, મહિલાને ઢીકે ચડાવતા ગંભીર ઇજા

રાજકોટના રાતૈયા ગામે ખુંટીયાનો ત્રાસ જોવા મળ્યો હતો. વેવાઇના ખબર પુછવા ગયેલા પાળ ગામના એક મહિલાને ખુટિયાએ ઢીંકે ચડાવી પછાડી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર…

રાજકોટના રાતૈયા ગામે ખુંટીયાનો ત્રાસ જોવા મળ્યો હતો. વેવાઇના ખબર પુછવા ગયેલા પાળ ગામના એક મહિલાને ખુટિયાએ ઢીંકે ચડાવી પછાડી દેતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા છે. રાજકોટ પાળ ગામે રહેતાં ગવરીબેન મોહનભાઇ ચાંડપા (ઉ.વ.50) રાતૈયા ગામે રહેતાં વેવાઇના ખબર પુછવા ગયા હોઇ સાંજે ગામમાં ચાલીને જતાં હતાં ત્યારે અચાનક પાછળથી ખુંટીયાએ ઢીંકે ચડાવી પછાડી દેતાં હાથ-મોઢા પર ઇજાઓ પહોંચી હતી. બનાવને પગલે દેકારો મચી જતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને ખુંટીયાને દુર ધકેલી ગવરીબેનને વધુ ઇજાથી બચાવ્યા હતાં. તેમને પરિવાર જનોએ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. હાથમાં ફ્રેકચર જેવી ઇજા થયાનું જણાવાયું હતું. ગવરીબેનને સંતાનમાં બે દિકરી અને એક દિકરો છે. પતિ છુટક મજુરી કરે છે. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે મેટોડા પોલીસને કરી હતી.