ઇન્ટરનેટ કંપનીના રૂા.86000ના વાયરની ચોરી કરતા બે સામે ગુનો

4780 મીટર કેબલની ઉઠાંતરી કરતા ફરિયાદજામનગર શહેરમાં મયુર ગ્રીન્સ સોસાયટી વિસ્તારમાં પાથરવામાં આવેલા ઇન્ટરનેટ કંપનીના રૂૂપિયા 86,000ની કિંમતના 4,780 મીટર કેબલ ની ચોરી કરી જવા…

4780 મીટર કેબલની ઉઠાંતરી કરતા ફરિયાદ

જામનગર શહેરમાં મયુર ગ્રીન્સ સોસાયટી વિસ્તારમાં પાથરવામાં આવેલા ઇન્ટરનેટ કંપનીના રૂૂપિયા 86,000ની કિંમતના 4,780 મીટર કેબલ ની ચોરી કરી જવા અંગે જામનગરના બે શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.


આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર શહેરમાં મૂળ રાજકોટની જીટીપીએલ સંસ્થા દ્વારા ઇન્ટરનેટના કેબલ બિછાવવામાં આવ્યા છે, જે પૈકી મયુર ગ્રીન્સ સોસાયટી વિસ્તારમાં થી 86,360 ની કિંમતના અંદાજે 4,780 મીટર જેટલા ઇન્ટરનેટના કેબલ ની ચોરી થઈ હતી. જે કેબલની ચોરી કરવા અંગે તેમજ ફરીથી અહીં કેબલ નહીં પાથરવા અંગે યુવા પાર્ક સોસાયટીમાં રહેતા યુસુફ ઉર્ફે પપ્પુભાઈ ખફી તેમજ સમીરભાઈ ખફી સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
રાજકોટના જીટીપીએલ ના શક્તિસિંહ પ્રતાપસિંહ ઝાલાએ સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં બંને સામે ચોરી અને ધમકી અંગેની ફરિયાદ નોંધાવતાં પોલીસે બી એન એસ કલમ 303(2), 351 (3), અને 54 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.