Site icon Gujarat Mirror

પાટીદાર સમાજમાં થનગનાટ : ઉમિયા માતાજીને આવકારવા અનેરો ઉત્સાહ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નિર્માણાધીન શ્રી ઉમિયા માતાજીના મંદિરનુ તા.13ના રોજ ખાતમુહૂર્ત: માતાજીને આવકારવા યોજાઇ બાઇક રેલી

શ્રી ઉમિયા માતાજીને આવકારવા રાજકોટના સમસ્ત પાટીદાર સમાજમાં થનગનાટ જોવા મળી રહયો છે માતાજીને આવકારવા બાઇક રેલી યોજાઇ હતી બાઇક રેલીમાં બહોળી સંખ્યામાં માના ભકતો જડાયા હતા.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નિર્માણાધિન શ્રી ઉમિયા માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત તા. 13-12- 2024ના રોજ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહરતે થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટની જનતામાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહયો છે.


આ ઉત્સાહમાં વધારો કરવા ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આજ રોજ ભવ્ય બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ હતું. આ બાઈક રેલીનો પ્રારંભ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતેથી સંસ્થાના પ્રમુખ અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ) અને સમગ્ર ટૂરટી મંડળ દ્વારા માતાજી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવામાં આવેલ હતું આ બાઈક રેલી ત્યાંથી રવાના થઈ બાપા સિતારામ ચોક, ઉમિયા ચોક, ગુરૂૂપ્રસાદ ચોક, સ્વામિનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, માયાણી ચોક, રાજનગર ચોક, રૂૂદ્રાક્ષ એપાર્ટમેન્ટ, નાના મવા મેઈન રોડ, કોટેચા ચોક, ઇન્દીરા સર્કલ, રવિરત્ન મેઈન રોડ, સાધુવાસવાણી રોડ, પાટીદાર ચોક, જે કે ચોક, પુષ્કરધામ મેઈન રોડ, મોકાજી સર્કલ, છગનભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ સર્કલ), સાનિધ્ય 254, શ્રીદર્શન, અંબીકા પાર્ક મેઈન રોડ, અંબા માતા મંદિર, હેવન હાઈટ્સ, વગડ ચોકડી, ટીલાળા ચોક, પાળ ગામ થઇને જશવંતુર ઉમિયાધામ ખાતે પહોંચી હતી
બાઇક રેલીના રૂૂટમાં અનેક જગ્યાએ લોકો દ્વારા રેલીનું કુલ વર્ષાથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું ઉમિયાધામ – જશવંતપુર ખાતે ભક્તો દ્વારા ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી આ રેલીમાં હજારોની સંખ્યામાં ઉમા ભકતો જોડાયા હતા.

રાજકોટમાં આજથી ગુંજશે ઉમિયા માતાજીની આરતીના નવા સૂર
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા નિર્માણાધિન શ્રી ઉમિયા માતાજીના મંદિરનું ખાતમુહૂર્ત તા. 13-12- 2024ના રોજ રાજયના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના વરદહસ્તે થવા જઈ રહ્યું છે ત્યારે રાજકોટની જનતામાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળી રહયો છે. માતાજીના દર્શન થકી માતાજીના આશીર્વાદ મેળવી શકાય છે પરંતુ તેની આરાધના કરવા માટે રોજ સવાર – સાંજ તેમની આરતી કરવી એટલી જ જરૂૂરી છે. શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા રાજકોટના જશવંતપુર ખાતે નિર્માણ થનાર મંદિરમાં માતાજીની આરતીની પણ નવી રચના કરવામાં આવી છે. આ આરતી નિર્માણમાં રાજકોટના ગેલેકસી ગ્રુપના શ્રી રાજેશભાઈ ભાલોડીયા અને કિરણભાઈ ભાલોડીયા (એસ.એન.કે.)નું પણ મહત્વનું યોગદાન છે. આ આરતીનું રેકોર્ડીંગ તેઓના સ્ટુડીયોમાં કરવામાં આવ્યું છે. આ આરતી પ્રથમ વખત જનતા સમક્ષ ઓડીયો લોન્ચીંગ આજ રોજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ ખાતે શ્રી રાજેશભાઈ ભાલોડીયાના વરદહસ્તે કરવામાં આવેલ હતું. આરતી સાંભળીને લોકો માતાજીની આરાધનામાં મંત્રમુગ્ધ થયા હતા. આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી અરવિંદભાઈ પટેલ (ફિલ્ડમાર્શલ)ની આગેવાની હેઠળ સમગ્ર ટ્રસ્ટ મંડળ અને સંગઠનની ટીમ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Exit mobile version