Site icon Gujarat Mirror

મકાનમાલિકની પુત્રી સાથે ઝઘડો કરતા પ્રેમીને સમજાવવા જતા ભાડુઆત ઉપર છરીથી હુમલો

oplus_262176

મવડી વિસ્તારમાં આવેલા અમરનગરમાં મકાન માલિકની પુત્રી સાથે ઝઘડો કરતા તેના પ્રેમીને સમજાવવા જતા ભાડુઆત યુવાન ઉપર પ્રેમીએ છરી વડે હુમલો કર્યો હતો. જયારે છોડાવવા વચ્ચે પડેલા પાડોશી મહિલાને પણ છરી ઝીંકી દેતા બંન્ને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. આ અંગે પોલીસે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ મૂળ રાણાવાવ તાલુકાના આદિત્યાણાના વતની અને હાલ રાજકોટમાં મવડી વિસ્તારમાં અમરનગરમાં શરેી નં.7 માં રહેતા રમેશગીરી ભવાનગીરી ગોસ્વામી(ઉ.વ. 36) દ્વારા માલવિયાનગર પોલીસ મથકમાં નોંધવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચેતન પરમાર(રહે. વામ્બે આવાસ યોજના કવાર્ટર,રાજકોટ) નું નામ આપ્યું છે. યુવાને ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે અહીં ભાવેશભાઇ મોરીના મકાનમાં ભાડે રહે છે.

ગઇકાલે રાત્રીના બાર વાગ્યા આસપાસ યુવાન ઘરે હતો ત્યારે ઘરની બહાર ઝઘડાનો અવાજ આવતા તે બહાર ગયો હતો. યુવાને ઘરની બહાર નીકળી જોતા મકાન માલિક ભાવેશભાઇ અને તેની દીકરી ઇશિતા સાથે આરોપી બોલાચાલી કરી ઝઘડો કરી બેફામ ગાળો આપતો હતો. યુવાન તેને સમજાવવા જતા આ શખસે તેને છરી કાઢી ડાબા પગમાં સાથળના ભાગે છરીનો ઘા ઝીંકી દીધો હતો. આ જોઇ ભાવેશ અહીંથી ભાગી પાડોશમાં ધિરેન્દ્રભાઇ મકવાણાના ઘર તફર જતા આ શખસ તેની પાછળ દોડયો હતો.

અહીં ધિેરન્દ્રભાઇના પત્ની જુલીબેન ઉભા હોય તે રોકવા જતા આ શખસે તેને પણ છરી વડે છરકો કરી દીધો હતો. શેરીમાં લોકો ભેગા થવા આ લાગતા ચેતન એકટિવા લઇ નાસી ગયો હતો. હુમલામાં યુવાન અને પાડોશી મહિલા જુલીબેનને ઇજા પહોંચી હોય જેથી બંનેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં.

Exit mobile version