Site icon Gujarat Mirror

ભાવનગરમાં દારૂની 240 બોટલ સાથે મહિલા ઝડપાઇ

ભાવનગરના આડોડીયાવાસ વિસ્તારમાંથી પોલીસે વિદેશી દારૂૂના જથ્થા સાથે એક મહિલા ને ઝડપી લીધી છે.ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફ પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમી મળેલ કેકિરણબેન મેહુલભાઇ પરમાર રહે.આડોડિયા વાસ, ભાવનગરવાળા ઇંગ્લીશ દારૂૂનો જથ્થો બહારથી લાવી ભાવનગર-રાજકોટ હાઇ-વે ઓમ પાર્ટી પ્લોટ પાસે રોડ ઉપર ઉભા છે.

જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં ઇંગ્લીશ દારૂૂની પ્લાસ્ટીકની કંપની સીલપેક ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્ટેટ ઓન્લી લખેલ બોટલોના જથ્થો ભરેલ થેલા-2 સાથે કિરણબેન મેહુલભાઇ પરમાર ઉ.વ.28 નામની મહિલા ઝડપાઈ હતી.પોલીસે વિદેશી દારૂૂની બોટલ નંગ-240 કિ.રૂૂ.28,800/-નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.દરોડાની આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર. વાળા માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ. વી.વી.ધ્રાંગુ તથા એલ.સી.બી. સ્ટાફના ઘનશ્યામભાઇ ગોહિલ, સાગરભાઇ જોગદિયા, વિઠ્ઠલભાઇ બારૈયા, સંજયભાઇ ચુડાસમા, અનિલભાઇ સોલંકી, પ્રજ્ઞેશભાઇ પંડયા, સજનાબેન ગોસાઇ, જાગૃતિબેન કુંચાલા જોડાયા હતા.

Exit mobile version