ગુજરાત

ઠંડા પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો, નલિયામાં 11.2 ડિગ્રી તાપમાન

Published

on

ગુજરાતમાં હજુ શિયાળો જોઈએ તેવો જામતો નથી અને ઠંડીમાં સતત વધ-ઘટ જોવા મળી રહી છે. ગઈકાલે ઠંડીમાં ઘટાડો થયા બાદ આજે અચાનક એકથી બે ડિગી તાપમાન વધી ગયું છે. રાજકોટ, અમદાવાદ, ડીસામાં તાપમાનનો પારો દોઢથી બે ડિગ્રી સુધી ઉચકાયો છે. ડિસેમ્બરનું ત્રીજુ અઠવાડિયું શરૂ થવા છતાં હજુ સુધી ઠંડી પડતી નથી આજે સવારથી ઠંડા પવનો નિકળતા 9 શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચી ગયો છે.
અમદાવાદમાં 48 કલાકમાં તાપમાન 6 ડિગ્રી ગગડતા આજનું તાપમાન 15.5 ડિગ્રી, બરોડામાં 15, ભૂજમાં 13.9, ડિસામાં 16.4, નલિયામાં 11.2, રાજકોટમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
સવારથી ઠંડા પવનો ફુંકાતા હોવાથી લોકોને ગરમ કપડામાં વિંટળાઈને બહાર નિકળવાની ફરજ પડી હતી.
દરમિયાન હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સતત ઘટી રહી હોવાથી ધીરે ધીરે ઠંડીમાં વધારો થઈ રહ્યો છે. આગામી દિવસોમાં પણ ઠંડી વધવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version