ગુજરાત

રાજ્યના 17 શહેરમાં તાપમાન 17 ડિગ્રીથી ઓછું

Published

on

રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત છે અને સાથે જ આવતીકાલથી રાજ્યમાં ઠંડી વધે તેવી શક્યતાઓ પણ જોવા મળી રહી છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ગગડતો જોવા મળી રહ્યો છે. માનવામાં આવી રહ્યું છે કે પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થયો છે. આ સાથે જ લોકોએ હવે ડિસેમ્બરના અંતથી જ હાડ થીજાવતી ઠંડીનો સામનો કરવા માટે તૈયાર રહેવું પડશે.
હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનું જોર વધવાની સંભાવના છે. ડિસેમ્બરના અંત એટલે કે વર્ષ 2023ના છેલ્લા અઠવાડિયા અને નવા વર્ષની શરૂૂઆત હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઈ જાવ. આજથી ગાત્રો થીજવતી ઠંડીનો દોર શરૂૂ થશે. તેજ પવન સાથે ઠંડીનો ચમકારો રહેશે. હવે ધીરે ધીરે ઠંડીનું પ્રમાણ વધતું જશે. 29 ડિસેમ્બરથી જબરદસ્ત કાતિલ ઠંડી રહેશે. જાન્યુઆરી મહિનો ઠંડોગાર રહે તેવું અનુમાન છે.
હવામાન વિભાગે આગામી સાત દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર નહીં થવાની આગાહી કરી છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુની મજા માણવા સૌથી વધુ ગુજરાતીઓ જતાં હોય છે. પરંતુ આ વર્ષે આબુમાં ગુજરાતીઓ સાથે વિદેશી પર્યટકો પણ જોવા મળ્યાં છે. કાતિલ ઠંડીની મજા માણવા અને કુદરતી સૌંદર્યને માણવા માટે માઉન્ટ આબુની બજારોમાં ભીડ ઉમટી છે.ઉત્તર પ્રદેશ-બિહાર, દિલ્હી-એનસીઆર, પંજાબ અને હરિયાણાથી લઈને જમ્મુ-કાશ્મીર સુધી ઠંડીનું મોજું જોવા મળી રહ્યું છે. એક તરફ પહાડોમાં હિમવર્ષાથી ધ્રૂજારી વધી છે. સાથે જ ઠંડા પવનોને કારણે મેદાની વિસ્તારોમાં ઠંડીનો બેવડો ફટકો પડ્યો છે. આ રાજ્યોમાં સવારે ગાઢ ધુમ્મસ છે. દરમિયાન, હવામાન વિભાગે પંજાબ અને હરિયાણામાં ગાઢ ધુમ્મસનું એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન અને ત્રિપુરામાં પણ ગાઢ ધુમ્મસની સંભાવના છે.

ક્યાં કેટલું નોંધાયું તાપમાન

રાજ્યની વાત કરીએ તો 17 શહેરોનું તાપમાન 17 ડિગ્રીથી નીચે નોંધાયું હતું અને સૌથી ઓછું તાપમાન નલિયામાં 11.4 ડિગ્રી નોંધાયું છે. તો સાથે જ અમદાવાદમાં 16.4 ડિગ્રી, ગાંધીનગર 15.4 ડિગ્રી, રાજકોટ 13.6 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 14.8 ડિગ્રી, વડોદરા 15.2 ડિગ્રી, ભુજ 13.7 ડિગ્રી, કંડલા 14.5 ડિગ્રી, સુરત 17.4 ડિગ્રી, ભાવનગર 16.8 ડિગ્રી, પોરબંદર 15.6 ડિગ્રી, ડીસા 13.4 ડિગ્રી, વલ્લભવિદ્યાનગર 16.0 ડિગ્રી, કેશોદ 15.5 ડિગ્રી, મહુવામાં 15.9 ડિગ્રીનું તાપમાન જોવા મળ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version