Site icon Gujarat Mirror

22 લાખના સાયબર ફ્રોડની તપાસમાં ટીમના દિલ્હીમાં ધામા , શકમંદોની પૂછપરછ

યુનિવર્સિટી રોડ પર જલારામ-રમાં શિવસંગમ સોસાયટી શેરી નં.1માં રહેતાં એકતાબેન આશર (ઉ.વ.49) સાથે રૂૂા.રર.34 લાખના સાયબર ફ્રોડ મામલે તપાસ દિલ્હી સુધી લંબાઈ છે. એક વર્ષ પહેલાં અવસાન પામેલા પતિ નવનીતભાઈની વીમા પોલીસીની રકમ મેળવવા જતાં સાયબર ફ્રોડનો ભોગ બનેલા એકતા બેને પોતાની બચતની રકમ ગુમાવી હોય તપાસમાં છેડો દિલ્હી સુધી નીકળતા એક ટીમ દિલ્હી પહોચી છે. તપાસમા જાણવા મળ્યું કે જેમા જાણવા મળ્યું છે કે જે બેન્ક ખાતાઓમાં ફ્રોડની રકમ જમા થઈ છે તે દિલ્હીના છે.

જે નંબર ઉપરથી કોલ આવ્યા હતા તે પણ દિલ્હી આસપાસના છે. આ સ્થિતિમાં આ ફ્રોડ ભારતમાંથી જ થયાનું સ્પષ્ટ થયું છે. ટાસ્ક અને ઈન્વેસ્ટમેન્ટ ફોડ મુખ્યત્વે વિદેશમાંથી થાય છે. જેમાં ફોડ કરનારાઓ વોટસએપ કોલ કરતા હોય છે. જયારે એકતાબેનને વોઈસ કોલની મદદથી જાળમાં ફસાવવામાં આવ્યા હતા. તેમણે ગુમાવેલા રૂૂા.22.34 લાખમાંથી એકથી દોઢ લાખ રૂૂપિયા જ ફ્રીજ થઈ શક્યા છે. આ કેસની તપાસમાં સાયબર ક્રાઈમ પોલીસ દિલ્હી રવાના થઇ છે. આ સાઈબર માફિયા ગેંગ પાસે એકતાબેનના પતિ એ વીમાપોલીસી લીધાની જાણ કઈ રીતે થઈ તે તપાસનો વિષય બન્યો છે.

Exit mobile version