Sports

ટીમ ઇન્ડિયા સતત ત્રીજી વખત રમશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ

Published

on

19માંથી બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની સિરીઝ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ની પોઇન્ટ્સ ટેબલમાં ટીમ ઇન્ડિયા અત્યારે સૌથી આગળ છે. આ વખતે ટીમ પાસે ફાઈનલમાં પહોચવાની કેટલી તક છે. તેની માહિતી આઈસીસીની તરફથી આપવામાં આવી છે. તે એક વાર ફરી ફાઇનલની રેસમાં છે.ટીમ ઈન્ડિયા લાંબી બ્રેક પછી મેદાન પર ફરી વાપસી કરવા જઇ રહી છે. 19 સપ્ટેમ્બરથી હોમ ટાઉનમાં બાંગ્લાદેશની સામે બે ટેસ્ટ મેચની સીરીઝ રમવાની છે.આ સીરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપને જોતા ઘણી મહત્વની બની રહે છે. ભારતીય ટીમ છેલ્લે બંને તક પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી હતી, જોકે ટીમએ ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો. ટીમ ઈન્ડિયા હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023-25ના પોઈન્ટ ટેબલમાં આગળ છે.

ભારતે 9માંથી 6 મેચ જીતી છે અને માત્ર 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ એક મેચ ડ્રો રહી છે. આ સ્થિતિમાં તે 68.52 ટકા માર્ક્સ સાથે ટોપ પર છે. હવે ટીમ ઈન્ડિયા પાસે 10 ટેસ્ટ મેચ બાકી છે. જેમાંથી 5 ટેસ્ટ ભારતમાં અને બીજી 5 મેચ થશે. જો ટીમ ઈન્ડિયા આ તમામ મેચો જીતી જાય છે તો તે મહત્તમ 85.09 ટકા અંક સુધી પહોંચી શકે છે. જોકે આ એટલુ સરળ નથી. આ 10 મેચોમાંથી ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે 2 ટેસ્ટ અને ન્યૂઝીલેન્ડ સામે 3 ટેસ્ટ ઘરઆંગણે રમવાની છે. આ પછી તે 5 ટેસ્ટ મેચ માટે ઓસ્ટ્રેલિયા જશે. જો ટીમ ઈન્ડિયા ભારતમાં રમાયેલી પાંચેય ટેસ્ટ મેચો જીતી લે છે, તો તે 79.76 ટકા અંક સુધી પહોંચી શકે છે, જે ફાઇનલમાં પહોંચવા માટે પૂરતું હશે. આવી સ્થિતિમાં હાલમાં ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચવાની સૌથી મોટી દાવેદાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version