ગુજરાત

વૃદ્ધાવસ્થાને કારણે ભૂલા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવતી ટીમ અભયમ

Published

on

સાસરિયામાંથી માવતરે આવતી વખતે રસ્તો ભૂલી ગયા’તા: વૃદ્ધાને હેમખેમ ઘરે પહોંચાડનાર ટીમનો પરિવારે આભાર વ્યકત કર્યો


સરનામા વગરની જિંદગીને સહી સરનામે પહોંચાડતી ટીમ અભયમે વધુ એક કાબીલેદાદ કામગીરી કરી છે જેમાં રાજકોટની ભાગોળે આવેલા એક ગામમાં માવતરે આંટો દેવા આવેલા વૃદ્ધા માનસિક અસ્વસ્થ અને વૃદ્ધાવસ્થાને કારણે ભુલા પડી જતા ટીમ અભયમે વૃદ્ધાનુ પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. રાત્રિના સમયે વૃદ્ધાને હેમખેમ ઘેર પહોંચાડનાર ટીમ અભયમનો પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.


આ અંગે મળતી વિગત મુજબ રાજકોટમાં કુવાડવા રોડ ઉપર એક વૃદ્ધ રાત્રિના સમયે મળી આવતા જાગૃત નાગરિક દ્વારા વૃદ્ધાની મદદ માટે 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી મદદની માંગ કરી હતી જાણ થતા જ આજી ડેમ લોકેશન ખાતે કાર્યરત 181 મહિલા હેલ્પલાઇન ના કાઉન્સેલર રૂૂચિતા મકવાણા, મહિલા કોન્સ્ટેબલ નીતાબેન અને પાયલોટ ભાનુબેન ઘટના સ્થળે પહોંચી ગયા હતા. વૃદ્ધાને આશ્વાસન આપી કાઉન્સિલિંગ કરતા વૃદ્ધા કુવાડવા રોડ ઉપર આવેલા એક ગામના વતની અને રસ્તો ભૂલી ગયા હોવાનું જણાવ્યું હતું. જેથી અભયમ ટીમે કુવાડવા રોડ પોલીસની મદદથી વૃદ્ધાએ જે સરનામું આપેલ તે ગામના સરપંચનો સંપર્ક કરી વૃદ્ધાને તે ગામે લઈ ગયા હતા.

જે ગામમાં સરપંચની પૂછપરછ કરતા વૃદ્ધા તે ગામના દીકરી હોવાનું જાણવા મળતા વૃદ્ધાને તેમના માવતરના ઘરે લઈ ગયા હતા. જ્યાં કાઉન્સેલિંગ કરતા તેઓએ જણાવ્યું હતું. કે વૃદ્ધા આ ગામના દીકરી છે. અને બાજુના ગામમાં તેમનું સાસરિયું છે. વૃદ્ધાની માનસિક સ્થિતિ થોડી ખરાબ છે. અને બે દિવસ પેહલા વૃદ્ધા ઘરેથી માવતરે આવવા નીકળ્યા હતા. પરંતુ માનસિક અસ્વસ્થ અને વૃદ્ધાવસ્થાને કારણે તેઓ ભુલા પડ્યા હોવાનું જણાવેલ તેથી અભયમ ટીમે વૃદ્ધાનું ધ્યાન રાખવા સમજણ આપી હતી. વૃદ્ધાને રાત્રીના સમયે હેમખેમ ઘરે પહોંચાડનાર 181 મહિલા હેલ્પલાઈનની ટીમનો વૃદ્ધાના પરિવારે આભાર માન્યો હતો. જ્યારે ગામના સરપંચે ટીમ અભયમની કામગીરી બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version