ગુજરાત

શિક્ષકોની સમયસર ભરતી કરાશે, શિક્ષણમંત્રી ડિંડોરનો વધુ એક વાયદો

Published

on

ટેટ અને ટાટના ઉમેદવારોના આંદોલન બાદ આપ્યું આશ્ર્વાસન

ગાંધીનગર સચિવાલય ખાતે શિક્ષક દિવસે જ ઉમેદવારો આંદોલનના મૂડમાં દેખાયા છે. મોટી સંખ્યામાં ટેટ-ટાટ પાસ ઉમેદવારો રજૂઆત માટે પહોંચ્યા હતા. જેમાં કાયમી ભરતી કરવા અને નોટિફિકેશન બહાર પડવાની માંગ સાથે ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. ગાંધીનગરમાં ટેટ-ટાટ આંદોલનના શિક્ષકો શિક્ષણમંત્રી કુબેર ડીડોરને મળ્યા હતા. આ વિષયે મુખ્યમંત્રીએ આવનારા શિક્ષક દિવસ સુધીમાં તમામ ટેટ-ટાટ પાસ શિક્ષકો શાળામાં ફરજ ઉપર હશે તેવું આશ્વાસન આપ્યુ હતુ.


ઉપરાંત શિક્ષણ મંત્રી કુબેર ડીડોરે ઉમેદવારોને જણાવ્યુ હતુ કે વિદ્યા સહાયકમાં પણ ફેરફાર કરવા અને સમયસર ભરતી કરવામાં આવશે, તથા 15થી 20 દિવસ સુધીમાં ટેટ-ટાટ ની અને વિદ્યા સહાયકની ભરતી પણ સમયસર કરવામાં આવશે તેમ જણાવ્યું હતુ.


જોકે મુખ્યમંત્રી અને અન્ય મંત્રીઓએ વાયદા કર્યા બાદ પણ કાયમી ભરતી ન કરવામાં આવતા ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો હતો. ત્યારે આ ઘટનામાં રજૂઆત કરવા આવેલા ટેટ-ટાટ પાસ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી.


ઉમેદવાર ચેતનભાઇ ધામેલિયાએ જણાવ્યુ હતુ કે અગાઉ શિક્ષણમંત્રીએ જણાવ્યુ હતુ કે 15 જૂને કાયમી ભરતી આવશે. પરંતુ ભરતી ન આવતા અમે આંદોલન કર્યુ હતુ. આંદોલન પછી મુખ્યમંત્રી અને મંત્રીઓએ એક સપ્ટેમ્બરની આસપાસ ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી શરૂૂ કરવામાં આવશે તેવી ટ્વીટ કરી હતી અને ઋષિકેષભાઇએ પણ દિવાળી બાદ આ ભરતી કરવાનું જણાવ્યુ હતુ.


પરંતુ હજુ સુધી નોટિફિકેશન નથી આવ્યુ તો દિવાળી સુધી પ્રક્રિયા કઇ રીતે પૂર્ણ કરશે. સરકાર ક્યા સુધી વાયદા પર વાયદા કરશે. અમારી માંગ છે કે તમામ માધ્યમિકમાં જગ્યા વધારવામાં આવે અને સરકારી દ્વારા વહેલીતકે ભરતી કરવામાં આવે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Trending

Exit mobile version