શિક્ષકે મિત્રની હત્યા કરી લાશ સળગાવી દીધી; અસ્થિને ભાદર નદીમાં વહાવી દીધા

કુતિયાણાના ચોટા ગામનો ચકચારી બનાવ, સોનલધામ બીજ ભરવા મુદ્દે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો કુતિયાણાના ચોટા ગામમાં થયેલી એક હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દોઢ…

કુતિયાણાના ચોટા ગામનો ચકચારી બનાવ, સોનલધામ બીજ ભરવા મુદ્દે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો

કુતિયાણાના ચોટા ગામમાં થયેલી એક હત્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. દોઢ વર્ષ પૂર્વે 1 જાન્યુઆરીએ શિક્ષકે તેની દુકાનમાં કામ કરતા તેના મિત્રને ધાર્મિક યાત્રા જવા મુદ્દે ઝઘડો થતા પથ્થરના 3 ઘા ઝીંકી પતાવી દીધો હતો. હત્યા બાદ પુરાવા નષ્ટ કરવાના આશયથી લાશ સળગાવી દીધી હતી. ત્યારબાદ અસ્થિ અને રાખને ભાદર નદીમાં વહાવી દીધા હતા. આ વાત પરથી પડદો આરોપીની માતાએ વટાણા વેરી દેતા હટ્યો હતો. આરોપીની ગઈકાલે ધરપકડ કરી છે. પોલીસ કાર્ટમાં રિમાન્ડ મેળવશે.

ઉુજઙ ધવલ સુતરીયાએ જણાવ્યું હતું કે, પોલીસે સાયન્ટિફિક ટીમની હાજરીમાં આરોપીના ઘરે એક્સકેવેશન (ખોદકામ) હાથ ધર્યું હતું, જ્યાંથી મહત્વના પુરાવાઓ મળી આવ્યા છે. ગઈકાલે સાંજે આરોપી માલદેભાઈની વિધિવત ધરપકડ કરવામાં આવી છે. હાલ ગુનામાં વપરાયેલા વાહનને કબજે કરવાની અને સાક્ષીઓના નિવેદનો લેવાની પ્રક્રિયા તેજ ગતિએ ચાલુ છે.

નરેન્દ્ર મેથાણીયા નામનો યુવાન 1 જાન્યુઆરી 2025ની રાત્રિથી રહસ્યમય રીતે ગુમ થયો હતો, જે અંગે 5 જાન્યુઆરી 2025ના રોજ કુતિયાણા પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ મૃતકના પિતા ગોવિંદભાઈ મેથાણીયાએ નોંધાવી હતી. મૃતક નરેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી ચૌટા ગામે આરોપી શિક્ષક માલદે નંદાણીયા સાથે રહી તેની દુકાન સંભાળતો હતો. પ્રાથમિક તપાસમાં કોઈ સુરાગ ન મળતા કેસ ગુંચવાયો હતો, પરંતુ પરિવારજનોએ માલદે પર શંકા વ્યક્ત કરતા તપાસની દિશા બદલાઈ હતી. આ દરમિયાન આરોપી માલદે પણ ફરાર થઈ જતા પોલીસની શંકા પ્રબળ બની હતી.

પોલીસે તપાસ દરમિયાન આરોપીની માતા જાહિબેનની સઘન પૂછપરછ કરતા સમગ્ર સત્ય સામે આવ્યું હતું. 1 જાન્યુઆરી 2025ની રાત્રે માલદે અને નરેન્દ્ર વચ્ચે કોઈ બાબતે ઝપાઝપી થઈ હતી. આ સંઘર્ષમાં નરેન્દ્ર નીચે પડી જતાં માલદેએ તેના માથાના ભાગે પથ્થરના ઘા ઝીંકી નિર્મમ હત્યા કરી હતી.

હત્યા બાદ પકડાઈ જવાના ડરથી આરોપીએ ક્રૂરતાની હદ વટાવી હતી. તેણે મૃતદેહને પોતાના ઘરના ફળિયામાં જ લાકડાં અને પેટ્રોલની મદદથી સળગાવી દીધો હતો. પુરાવા પૂરેપૂરા નષ્ટ થાય તે માટે તેણે રાખ અને અસ્થિઓના ટુકડા એકઠા કરી ભાદર નદીમાં ફેંકી દીધા હતા.

પોલીસે ઋજક અને મેડિકલ ટીમની મદદથી ઘટનાસ્થળે તપાસ કરી પુરાવા એકત્ર કર્યા હતા. ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે 4 મે 2026ના રોજ ખાગેશ્રી ગામ પાસેથી આરોપી માલદે નંદાણીયાને દબોચી લીધો હતો. આરોપીએ પોલીસ સમક્ષ પોતાના ગુનાની કબૂલાત કરી છે. પોલીસે પુછપરછ કરતાં આરોપીએ કબૂલ્યું કે મઢડા સોનલધામ બીજ ફરવા જવા બાબતે બંને વચ્ચે થયેલા ઝઘડા બાદ તેણે હત્યા કરી હતી. જ્યારે હત્યા બાદ શિક્ષક સ્કૂલમાં ન જતાં સરકારે તેને સસ્પેન્ડ પણ કરી દીધો હતો.

જૂનાગઢ રેન્જ ઉઈંૠ રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર જઙ ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસે એક વર્ષથી જૂના આટલા જટિલ કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. હાલ પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.