Site icon Gujarat Mirror

વેરા વિભાગનો સપાટો ઈસ્ટ ઝોનમાં 22 મિલકત સીલ, 61 લાખની વસૂલાત

 

મનપાના વેરાવિભાગ દ્વારા ઈસ્ટઝોન સહિતના વિસ્તારોમાં રિકવરીઝુંબેશ અંતર્ગત વધુ 22 મિલ્કત સીલ કરી રહેણાકનું એક નળ જોડાણ કાપી ત્રણ આસામીઓને જપ્તીની નોટીસ ફટકારી સ્થળ ઉપર રૂપિયા 61.26 લાખની વસુલાત કરી હતી.

ગાંધીગ્રામ અક્ષરનગર માં આવેલ ક્રિષ્ના વિધ્યાલયના 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.24 લાખ, 150 ફૂટ રીંગ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.52,064, જામનગર રોડ પર આવેલ ‘સરદાર કોમ્પ્લેક્ષ’ ફર્સ્ટ ફ્લોર શોપ નં-101 ને સીલ મારેલ, રૈયા રોડ પર આવેલ ‘ધ સિટી સેન્ટર’સિક્સ ફ્લોર શોપ નં-647 ને સીલ મારેલ, જામનગર રોડ પર આવેલ ‘ભગવતી શોપીગ સેન્ટર એન્ડ શ્રી શિવ શક્તિ’ ને સીલ મારેલ, પુનિતનગરમાં 1-યુનિટને સીલ મારેલ, સુભાષનગરમા 1-યુનિટને સીલ મારેલ, સંત કબીર રોડ પર આવેલ ‘યુ.એસ.બીઝનેશ હાઉસ’ ને સીલ મારેલ હતું. વેરાવિભાગ દ્વારા આજે પેડ્ક રોડ પર આવેલ ‘જી.બી.ડાયમંડ સ્ક્વેર’સેક્ધડ ફ્લોર શોપ નં-208 ના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂા.52,500નો ચેક આપેલ, રણછોડ નગરમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂા.77,900, સંત કબીર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂા.75,000નો ચેક આપેલ, કુવાડવા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂા.51,174, આર્યા નગરમાં રતનદીપ સોસાયટીમાં 1-નળ કનેક્શન કપાત સામે રીકવરી રૂા.48,000 નો ચેક આપેલ, પેડક રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂા.26,000નો ચેક આપેલ હતો. આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી, ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

Exit mobile version