તારા સુતારિયા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે

12 મેથી શરૂ થશે 79મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા 2026 માં 79મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. 79મો…

12 મેથી શરૂ થશે 79મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ

બોલિવૂડ અભિનેત્રી તારા સુતારિયા 2026 માં 79મા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાનો ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. 79મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 12 મે 2026 ના રોજ શરૂૂ થશે અને 23 મે 2026 ના રોજ સમાપ્ત થશે. દર વર્ષે, ભારતીય ફિલ્મ ઉદ્યોગના ઘણા કલાકારો અને સેલિબ્રિટીઓ ખૂબ જ પ્રખ્યાત ફેસ્ટિવલમાં હાજરી આપે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ’ટોક્સિક’ ફિલ્મની તૈયારીમાં, અભિનેત્રી તારા સુતારિયા કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2026 માં ભારતનું પ્રતિનિધિત્વ કરીને ડેબ્યૂ કરવાની તૈયારી કરી રહી છે.’ પાયલ કાપડિયા 13 થી 21 મે દરમિયાન યોજાનારી કાન્સ ક્રિટિક્સ વીકની 65મી આવૃત્તિની જ્યુરીનું અધ્યક્ષપદ સંભાળશે.