ઉના શહેરમાં અશાંત ધારો લાગુ: 1 મેથી પાંચ વર્ષ માટે અમલ

મહેસૂલ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ: મિલકત વેચાણ માટે હવે પ્રાંત અધિકારીની મંજૂરી ફરજિયાત ઉના શહેરના અનેક વિસ્તારોને રાજ્ય સરકાર દ્વારા ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કરવામાં આવ્યા…

મહેસૂલ વિભાગનું જાહેરનામું પ્રસિદ્ધ: મિલકત વેચાણ માટે હવે પ્રાંત અધિકારીની મંજૂરી ફરજિયાત

ઉના શહેરના અનેક વિસ્તારોને રાજ્ય સરકાર દ્વારા ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. મહેસૂલ વિભાગ, સચિવાલય, ગાંધીનગર દ્વારા 1 મે, 2026ના રોજ પ્રસિદ્ધ કરાયેલા જાહેરનામાથી ઉના શહેરમાં ‘અશાંત ધારા’નો અમલ શરૂૂ થયો છે. આ જાહેરનામું 1 મે, 2026થી 30 એપ્રિલ, 2031 સુધી એટલે કે પાંચ વર્ષ માટે અમલમાં રહેશે.

સરકારના જાહેરનામા ક્રમાંક GHM/2026/ M/ 96/RD/DAA/e-file/15/2025/8538/H1 (Stamps) મુજબ, ગુજરાત પ્રોહિબિશન ઓફ ટ્રાન્સફર ઓફ ઈમ્યુવેબલ પ્રોપર્ટી એન્ડ પ્રોવિઝન ફોર પ્રોટેક્શન ઓફ ટેનન્ટ્સ ફ્રોમ ઈવિક્શન ફ્રોમ પ્રિમાઈ સીસ ઇન ડિસ્ટર્બ્ડ એરિયાઝ એક્ટ, 1991ની કલમ-11 હેઠળ મળેલી સત્તાની રૂૂએ રાજ્ય સરકારે ગીરસોમનાથ કલેક્ટરની તમામ સત્તાઓ ઉના પ્રાંત અધિકારી અને સબ-ડિવિઝનલ મેજિસ્ટ્રેટને સોંપી દીધી છે. હવેથી ઉના શહેરના અશાંત જાહેર થયેલા વિસ્તારો માં કોઈપણ સ્થાવર મિલકતનું વેચાણ, ભાડાપટ્ટો, ગીરો કે ભેટ કરવા માટે કલેક્ટરને બદલે પ્રાંત અધિકારી, ઉના ની પૂર્વ મંજૂરી લેવી ફરજિયાત રહેશે. આ અંગેનો આદેશ ગુજરાતના રાજ્યપાલશ્રીના નામે નાયબ સચિવ ડી.બી. નિમાવત દ્વારા જારી કરવામાં આવ્યો છે. જાહેરનામા સાથે જોડાયેલા શેડ્યૂલ મુજબ, ઉના પોલીસ સ્ટેશન હેઠળના વોર્ડ નંબર 1, 2 અને 4 ના વિસ્તારોને ‘અશાંત વિસ્તાર’ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

ઉપરાંત, આ વિસ્તારોની 500 મીટરની હદમાં આવતા વિસ્તારો નો પણ સમાવેશ થાય છે. ઉપરોક્ત વિસ્તારોમાં કોઈપણ મિલકતનું વેચાણ, ખરીદી, ભાડાપટ્ટો કે ભેટ કરતા પહેલા પ્રાંત અધિકારી, ઉનાની લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે. ખરીદનાર અને વેચનારે એફિડેવિટ આપવી પડશે કે સોદો દબાણવગર, સ્વૈચ્છિક રીતે અને બજાર કિંમતે થયો છે. મંજૂરી વગર કરેલું વેચાણ ગેરકાયદેસર ગણાશે અને 6 માસથી 5 વર્ષ સુધીની કેદ તથા 1 લાખ સુધીના દંડની જોગવાઈ છે.સરકારના આ નિર્ણયથી શહેરમાં કોમી સલામતી જળવાઈ રહે અને ડિસ્ટ્રેસ સેલની ઘટનાઓ અટકે તેવો આશય છે.