પ્રશ્ર્નપત્રનો ફોટો પાડી વ્હોટ્સએપ પર મોકલવું એ IT કાયદા હેઠળ ગુનો નથી: હાઈકોર્ટ

  એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદામાં હાઇકોર્ટના જસ્ટિસ પી.એમ. રાવલે ઠરાવ્યું છે કે પરીક્ષાખંડમાં પ્રશ્નપત્રનો ફોટો પાડીને એને WhatsApp પર શેર કરવું એ ઇન્ફોર્મેન્શન ટેક્નોલોજી IT…

 

એક અત્યંત મહત્ત્વપૂર્ણ ચુકાદામાં હાઇકોર્ટના જસ્ટિસ પી.એમ. રાવલે ઠરાવ્યું છે કે પરીક્ષાખંડમાં પ્રશ્નપત્રનો ફોટો પાડીને એને WhatsApp પર શેર કરવું એ ઇન્ફોર્મેન્શન ટેક્નોલોજી IT એક્ટ હેઠળ ગોપનીયતાનો ગુનો નથી. એટલું જ નહીં ધારા 188 હેઠળ જાહેર સેવક દ્વારા કરવામાં આવેલા આદેશનો પણ ભંગ નથી. આ સમગ્ર મામલે બે અરજદારોની ક્વોશિંગ પિટિશન હાઇકોર્ટે આંશિક રીતે ગ્રાહ્ય રાખી હતી અને ઉક્ત બંને ગુના હેઠળની ફરિયાદ રદ કરવાનો હુકમ કર્યો હતો.

ગાંધીનગર પોલીસ સ્ટેશનમાં બે યુવક સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે પૈકી એક યુવક પરીક્ષાર્થી હતો. જેના પર એવો આક્ષેપ ફરિયાદમાં લગાવવામાં આવ્યો હતો કે GPSC દ્વારા લેવાતી પરીક્ષા દરમિયાન આ વિદ્યાર્થીએ પ્રશ્નપત્રનો ફોટો પોતાના મોબાઇલમાં પાડ્યો હતો અને એ ફોટો વોટ્સએપ પર તેણે તેના ભાઇને મોકલી આપ્યો હતો.

આ ઘટના બાદ વિદ્યાર્થીની પૂછપરછ કરવામાં આવતાં તે પાલનપુરનો રહેવાસી હોવાનું તેણે જણાવ્યું હતું. અને તેણે કહ્યું હતું કે તેણે પ્રશ્નપત્રનો ફોટો પાડીને તેના ભાઇને મોકલ્યો હતો. પરિણામે આ મામલે ઈંઙઈની ધારા 188 અને 120ઇ અને IT એક્ટની ધારા 66-ઊ હેઠળ ઋઈંછ નોંધવામાં આવી હતી.

અરજદાર વિદ્યાર્થી દ્વારા આ ફરિયાદ રદ કરવાની દાદ માગતી પિટિશન હાઇકોર્ટમાં કરવામાં આવી હતી. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે અરજદાર દ્વારા પ્રશ્નપત્રનો ફોટો પાડી એને વોટ્સએપ પર બહાર કોઇને મોકલવાથી IT એક્ટ મુજબનો કોઇ ગુનો બનતો નથી.

હાઇકોર્ટે આદેશમાં નોંધ્યું હતું કે, આ કેસની હકીકતો મુજબ વિદ્યાર્થી દ્વારા મોબાઇલ ફોન પર લેવામાં આવેલા ફોટા WhatsApp દ્વારા તેના ભાઈને મોકલવાના વર્તનને IT એક્ટની કલમ 66-ઊને મુજબ કોઇપણ વ્યક્તિની નિતાંત અંગત પળો કે જગ્યાનો ફોટો જાણીજોઇને પાડ્યો હોય અથવા તો તેને ફોરવર્ડ કર્યો હોય એ ગુનો ગણી શકાય નહીં. તેથી આ મામલે કલમ 66-E ની જોગવાઈઓ લાગી શકે અને તેને રદ કરવાની જરૂૂર જણાય છે. પરિણામે આ કેસમાં IT એક્ટ હેઠળ અને IPCની ધારા 188 હેઠળની ફરિયાદો રદ કરવામાં આવે છે. જોકે આ સિવાય અન્ય કોઇ ધારા હેઠળનો ગુનો બનતો હોય તો આ કેસમાં તપાસ કરી શકાય પરંતુ આ બંને ધારા હેઠળની ઋઈંછ રદ કરવામાં આવે છે.