‘ઇબોલા’ વાઇરસ સામે તંત્ર સજ્જ: સિવિલમાં 20 બેડનો સ્પેશિયલ વોર્ડ બનાવાયો

ઙખજજઢ બિલ્ડિંગમાં ત્રીજા માળે વેન્ટિલેટર સહિતની સુવિધાઓથી સજ્જ આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો, તબીબી સ્ટાફની ફાળવણી વૈશ્વિક સ્તરે આરોગ્ય ક્ષેત્રે આવતા પડકારો અને સંભવિત રોગચાળાની સ્થિતિને…

ઙખજજઢ બિલ્ડિંગમાં ત્રીજા માળે વેન્ટિલેટર સહિતની સુવિધાઓથી સજ્જ આઇસોલેશન વોર્ડ ઉભો કરાયો, તબીબી સ્ટાફની ફાળવણી

વૈશ્વિક સ્તરે આરોગ્ય ક્ષેત્રે આવતા પડકારો અને સંભવિત રોગચાળાની સ્થિતિને પહોંચી વળવા માટે રાજકોટની સિવિલ હોસ્પિટલ (પી.ડી.યુ. હોસ્પિટલ) તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આરોગ્ય વિભાગની સૂચના અને વૈશ્વિક હેલ્થ એલર્ટને ધ્યાને રાખીને, રાજકોટ સિવિલ હોસ્પિટલ પરિસરમાં આવેલા સુપર સ્પેશિયાલિટી (PMSSY) બિલ્ડિંગના ત્રીજા માળે ખાસ ‘ઇબોલા વોર્ડ’ ઊભો કરવામાં આવ્યો છે. સંભવિત ઇબોલા વાયરસને પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા આઇસોલેશનથી માંડીને તમામ અદ્યતન તબીબી સુવિધાઓ અહીં ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલના સત્તાધીશોના જણાવ્યા અનુસાર, સંભવિત ઇબોલા વાયરસના દર્દીઓ માટે એક અત્યંત સુરક્ષિત અને અદ્યતન આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આ વોર્ડ PMSSY બિલ્ડિંગના ત્રીજા માળે બનાવવામાં આવ્યો છે. જેમાં અદ્યતન સુવિધા સાથેના 20 બેડ બનાવવામાં આવ્યા છે. જેથી અન્ય સામાન્ય દર્દીઓથી તેને સંપૂર્ણપણે અલગ રાખી શકાય. આ વોર્ડમાં ગંભીર દર્દીઓની સારવાર માટે વેન્ટિલેટર, મલ્ટિપેરા મોનિટર, ઓક્સિજન સપ્લાય અને ક્રિટિકલ કેર માટેના તમામ જરૂરી સાધનો તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, દર્દીઓની 24 કલાક દેખરેખ માટે સ્પેશિયલ મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફની પણ ફાળવણી કરવામાં આવનાર છે.

ઇબોલા એક અત્યંત ચેપી અને જીવલેણ વાયરસ હોવાથી, તેની સારવારમાં રોકાયેલા તબીબો અને નર્સિંગ સ્ટાફની સુરક્ષા સૌથી મહત્વપૂર્ણ બની રહે છે. આ માટે હોસ્પિટલ પ્રશાસન દ્વારા ખાસ ગાઈડલાઈન તૈયાર કરવામાં આવી છે. વોર્ડમાં ફરજ બજાવનાર તમામ સ્ટાફ માટે વિશેષ પ્રકારની પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (ઙઙઊ) કીટ, માસ્ક અને ગ્લોવ્ઝનો પૂરતો જથ્થો અનામત રાખવામાં આવશે. આ સાથે જ, ઇબોલા સેમ્પલ કલેક્શન અને દર્દીના મેનેજમેન્ટ માટે સ્ટાફને ખાસ ટ્રેનિંગ પણ આપવામાં આવશે જેથી સંક્રમણ ફેલાવવાનો કોઈ ખતરો ન રહે.

સૌરાષ્ટ્રભરના દર્દીઓ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ એ મુખ્ય આશાનું કેન્દ્ર છે. રાજકોટ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને અન્ય માધ્યમોથી વિદેશ પ્રવાસ કરીને આવતા મુસાફરો પર નજર રાખવાની સાથે, જો કોઈ શંકાસ્પદ કેસ જણાય તો તેને તાત્કાલિક અસરથી ક્વોરેન્ટાઇન કરવા અને આઇસોલેટ કરવા માટે રાજકોટ સિવિલ સજ્જ બની રહ્યું છે. તંત્ર દ્વારા દવાઓનો જરૂરી જથ્થો અને સપોર્ટિવ થેરાપી માટેની કીટોની ઉપલબ્ધતાની ચકાસણી પણ શરૂ કરી દેવામાં આવી છે.

હાલમાં ગભરાવાની કોઈ જરૂૂર નથી, પરંતુ કોઇ શંકાસ્પદ કેસ આવે તો તેને સારવાર માટે આગોતરી તૈયારીના ભાગરૂપે PMSSY બિલ્ડિંગનો ત્રીજો માળ આ પ્રકારના આઇસોલેશન વોર્ડ માટે તમામ રીતે અનુકૂળ છે. વેન્ટિલેટર સહિતની તમામ જીવરક્ષક સુવિધાઓ સાથે આ વોર્ડ બનાવવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ઇબોલા વાયરસે કોંગોમાં હાહાકાર મચાવ્યો છે. કોંગોના ઇટુરી, ઉતર કીવુ અને દક્ષિણ કીવુ પ્રાતમાં અનેક કેસો નોંધાયા છે. WHOએ આંતરરાષ્ટ્રીય ચિંતા જાહેર કરી ઇબોલાને આરોગ્ય કટોકટી જાહેર કરી છે. WHO દ્વારા અસરગ્રસ્ત દેશોમાંથી હવાઇ મુસાફરી કરીને આવેલા લોકોને 21 દિવસની અંદર ઇબોલા વાયરસના લક્ષણો જણાય તો તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલનો સંપર્ક કરવા જણાવાયુ છે.