રાજ્યમાં વાહનોના અકસ્માતોમાં આંખને આંજી દેતી જોખમી LED લાઇટ જવાબદાર હોવાનું સામે આવતા ગત 21મી જાન્યુઆરીના રાજ્યની વાહન-વ્યવહાર કમિશનર કચેરી દ્વારા એક પરિપત્ર જાહેર કરી તમામ જિલ્લાના છઝઘને અનઅધિકૃત રીતે વાહનોમાં લગાવવામાં આવતી વ્હાઈટ LED સામે કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ મામલે રાજકોટ આરટીઓ એક્શન મોડમાં આવ્યું હોય તેમ 15 દિવસમાં જ 250થી વધુ વાહનચાલકોને દંડ ફટકારી રૂૂ.5 લાખની વસૂલાત કરવામાં આવી છે.
રાજકોટ આરટીઓ અધિકારીએ જણાવ્યું કે, વાહનોમાંથી લોકો ગેરકાયદેસર LED લાઇટ દૂર કરે તે માટે આ ચેકિંગ સતત ચાલુ રહેશે. જે બાદ પણ લોકોમાં જાગૃતતા નહીં આવે તો વાહનોના રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂૂ કરાશે. રાજકોટ RTO ઈન્દ્રજીત ટાંકે વધુમાં જણાવ્યુ હતું કે, ગાંધીનગર વાહન-વ્યવહારની વડી કચેરીએથી પરિપત્ર આવ્યા બાદ છઝઘની ટીમ સતત રાત્રિના સમયે હાઈ-વે પર ચેકિંગ કરી રહી છે. વધતા અકસ્માતોને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય વાહન-વ્યવહાર કમિશનરે વાહનોમાં ગેરકાયદે રીતે લગાવવામાં આવતી વધારે રોશનીવાળી વ્હાઈટ લાઇટ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે.
રેગ્યુલર ટીમ ઉપરાંત વધારાની બે ટીમ બનાવવામાં આવી છે, જેમના દ્વારા રાત્રે ચેકિંગ કરવામાં આવે છે. દિવસ દરમિયાન પણ જો કોઈ વધારાની લાઈટ લગાવેલી નજરે પડે તો તેને રોકી દંડ કરવામાં આવે છે.
તેમણે જણાવ્યું હતું કે, LED લાઇટ લગાવનારાના વાહન ડિટેઇન તો થઈ શકતા નથી, પરંતુ વાહનનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ થઈ શકે છે.
હાલ પ્રાથમિક તબક્કે લોકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. જો આ બાબતે કોઈ સુધારો નહીં આવે તો રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂૂ કરવામાં આવશે. કંપની દ્વારા જે LED 2 લાઈટો ફિટ કરવામાં આવે છે તે કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા અધિકૃત કરવામાં આવે છે. જ્યારે અન્ય અનઅધિકૃત LED લાઈટો ચાઈનાથી મંગાવી સસ્તામાં લગાવવામાં આવે છે. આવી અનઅધિકૃત લાઈટોનો પ્રકાશ દૂર સુધી સુધી પહોંચે છે, જેના કારણે સામેવાળા વાહનચાલકોને તકલીફ ઉભી થાય છે. બાઇક-કારમાં મોડીફાઇડ માટે અને બસ-ટ્રકમાં આવી વધારાની લાઈટો લગાવવામાં આવે છે.

