ભાવનગરની મેડિકલ કોલેજના સહ પ્રાધ્યાપક ડો.દેસાઈનું શંકાસ્પદ મોત

ભાવનગર સરકારી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. કિન્નર સોમાભાઈ દેસાઈનો પોતાના બંધ ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ અંગે…

ભાવનગર સરકારી મેડિકલ કોલેજના એનાટોમી વિભાગમાં સહ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવતા ડો. કિન્નર સોમાભાઈ દેસાઈનો પોતાના બંધ ફ્લેટમાંથી શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળ્યો હતો. આ અંગે પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

ભાવનગર સરકારી મેડિકલ કોલેજ સાથે છેલ્લા 10 વર્ષથી જોડાયેલાં એનાટોમી વિભાગના સહ પ્રાધ્યાપક ડો. કિન્નર દેસાઈ કોલેજમાં છેલ્લાં ચાર દિવસથી તેની ફરજ પર આવતા ન હતા. જેમાં છેલ્લા મોબાઈલ ફોન દ્વારા પણ સંપર્ક ન થતા મેડિકલ કોલેજમાંથી ડો. દેસાઈના ટોપ થ્રી સર્કલ પાસેના ગોકુલધામ ફલેટ નંબર-201માં તપાસ કરવામાં આવી ત્યારે દરવાજો અંદરથી બંધ હોવાનું જાણવા મળ્યું હતું. જે પછી સ્થાનિક ભાવનગર પોલીસ અને ફાયર વિભાગની ટીમની મદદથી દરવાજો તોડી બંધ ફ્લેટ પ્રવેશ કરતા બેડ પર થોડી કોહવાઈ ગયેલી હાલતમાં ડો. દેસાઈ મૃતદેહ મળતા ચકચાર મચી ગઈ હતી.

ભાવનગર સરકારી મેડિકલ કોલેજના સહ પ્રાધ્યાપક ડો. કિન્નર દેસાઈના શંકાસ્પદ મોતની ખબર વાયુવેગે ફેલાતા તબીબી જગતમાં ભારે ઉચાટ સાથે શું બન્યું હશે? તેને લઈ અનેક ચર્ચા ઓ વહેતી થઈ હતી. ભાવનગર પોલીસે ડો. દેસાઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર સર ટી. હોસ્પિટલમાં ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે આવતીકાલે શુક્રવારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ શંકાસ્પદ મોત પરનો પડદો ઊંચકાશે. મૃતક ડો. કિન્નર દેસાઈ અમદાવાદ જિલ્લાના વતની છે. તેમજ પુત્ર સાથે અમદાવાદમાં રહેતા તેના પત્ની મેડિકલ કોલેજમાં ફરજ બજાવતા હોવાનું જાણવા મળે છે.